Hiral's Blog

February 7, 2011

પરિસ્થિતિ સુધરશે જ

Filed under: Experience to share,own creation,Thought — hirals @ 12:01 pm

એ રાતે સ્મીતા ઘણી ખુશ હતી.  હું તો વિચારોમાં ડુબી ગઇ ‘કે રાનીને સેલ્ફ-પીટીનેસ કે ઇર્ષાનાં ભાવમાંથી કેવી રીતે બહાર કાઢી શકાય?’

પણ સ્મીતા તો હજી ‘બલ્લે બલ્લે’ નાં જ મુડમાં હતી. મને કહે, ‘રાની કો ઉસકા પ્યાર મિલ જાયેગા ન!’ સોચ, વો દુલ્હન બનેગી તો કિતની ખુબસુરત લગેગી?.

મેં હજુ કોઇ પ્રત્યુત્તર ના આપ્યો. ‘ક્યું અબ સડી હુઇ હૈ?’ તુજે ખુશી નહિં હો રહી? શામ કો સોનુ કા લાલ દુપટ્ટા કિતને શૌખ સે રાનીને અપને માથે પે રખા થા!, એકદમ રાજસ્થાની ઘુંઘટ લગ રહા થા.’

મેં કીધું ‘હમ્મ્મ્મ્’ . માત્ર મારું ‘હમ્મ્મ્મ’ સાંભળીને હવે સ્મીતાથી રહેવાયું નંઇ. ‘ક્યા પક રહા હૈ તેરે દિમાગ મેં?’ કુછ નહિં ‘સો જા’, ‘ઇશ્વર એચ્છા બલિયસી’. મેં કીધું. મૈં નહિં માનતી. હમારી ઇચ્છાઓં કા ક્યા? રાનીને અબ તક ઇતના દુઃખ દેખા હૈ, ઉસકે બાદ ઉસે ખુશી નહિં મિલની ચાહિએ, એસા સોચેંગે ક્યા ભગવાનજી?’ ‘કુછ ભી, મુઝે લગતા હૈ તુ, બનિયાની, ઉસે દુઃખી દેખ જ્યાદા દુઃખી હો રહી હૈ’.

મને સૌથી વધારે ખુશી થશે જ્યારે ‘રાની’ને એની પસંદનું જીવન મળશે. પણ અત્યારે એવો કોઇ ચમત્કાર થશે એવું મને નથી લાગતું. ‘ક્યું?’ સ્મીતાએ પૂછ્યું. મેં કીધું ‘જો સુખ અને દુઃખ બંને આપણને કંઇક શીખવે છે. આપણે શું શીખવાનું છે એ મેસેજ આપણી ફિંગર પ્રિન્ટસની જેમ યુનીક હોય છે. રાનીને પોતાના ઉપર ગર્વ હોવો જોઇતો હતો કે ‘એને એનાં માવતરની સેવા કરવાનો મોકો મળ્યો’. ઉલ્ટું એણે હંમેશા પોતાને ‘કમનસીબ’ માની છે એટલે હવે બહારથી એ પ્રકારે ફટકો પડી રહ્યો છે. ‘

સ્મીતાએ કીધું, ‘બસ, બસ, તુઝે ઉસકે સમય-સંજોગ કે લિએ કોઇ દુઃખ નહિં?’. મને ઘણું દુઃખ છે. પણ ‘જીંદગીનીપરીક્ષા’ વખતે માણસે એને મળેલાં કર્તવ્યપાલનમાં જે આનંદ અનુભવવો જોઇએ એવું સાચું ‘હિંમતનું અને ખુશીનું ભાથું’ એને યોગ્ય સમયે મળ્યું નથી.’ એટલે બહારનું દુઃખ હવે ભલે જતું રહ્યું સમયની સાથે, પણ હવે એની પોતાની અંદર ‘ઇર્ષા, અદેખાઇ, સેલ્ફ-પીટી’ જેવાં ઘણાં શત્રુઓ ઘર કરીને બેઠાં છે અને એવે વખતે યોગ્ય જીવનસાથી મળવો મુશ્કેલ છે.બહારની પરિસ્થિતિ ભલે થાળે પડી રહી છે પણ એક આખો દાયકો રાનીએ જે ‘આત્મિક બળ/આત્મશ્રધ્ધાનું યોગ્ય ભાથું ભેગું કરવું જોઇતું હતું એ કરી નથી શકી. જેમ વિણુગુપ્ત બાળપણમાં અનાથ થઇ ગયો, દેશનિકાલ પામ્યો પણ એણે ક્યારેય પોતાની આત્મશ્રધ્ધાને ‘સેલ્ફ પીટીનેસ’ નથી બનાવી. ઉલ્ટું પોતે હજુ ‘જનક્લ્યાણ’ માટે સામર્થ્ય એકઠું કર્યું. એટલે કુદરતી નિયમો જોઇએ તો પણ ‘રાનીએ સેલ્ફ-પીટીનેસ નો ભોગ બનવાથી ઘણું …’

સ્મીતા એકદમ મારાં ઉપર બગડી,’ અબ, કોઇ એક છોટી સી ખુશી, રાની કો સારી નેગેટીવીટી સે પોઝીટીવ બના દેગી. ઇસલિએ, સો જા, ઉસકી શાદી કરાને કી જીમ્મેદારી અબ હમારી’ ઠીક હૈ?’. મને સ્મીતાનો  પરગજુ સ્વભાવ ખુબ ગમતો. અને સાચી વાત પણ એ જ હતી કે રાનીને હવે અમારા થકી ઘણી હિંમત મળવાની હતી એટલે પરિસ્થિતિ સુધરશે જ.

Advertisements

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: