Hiral's Blog

February 4, 2011

અમારી ‘રાની’ પણ ખીલી ઉઠી

વાત સાંભળીને સૌથી પહેલું મારા મોમાંથી નીકળી ગયું. ‘ધીસ પ્રુવસ યુ આર લકી. આવી વ્યક્તિ સાથે કેવી રીતે આખી જીંદગી વિતાવી શકાય?’ સ્મીતાએ પણ મારી વાતને સમર્થન આપ્યું. પણ રાની બહુ ‘દિલથી એ યુવકને ચાહવા લાગી હશે.’ એટલે વાત પૂરી કરતાં પહેલાં જ એની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યો. અમે પણ એકબીજાની સામું જોતાં જોતાં એને દિલાસો આપવોનો પ્રયત્ન કરતાં હતાં. સ્મીતા આખી વાત સાંભળીને વધારે ઢીલી થઇ ગઇ. એટલે હવે મારે ‘હિંમત’ રાખીને કડક શબ્દોમાં કહેવું જરુરી બની ગયું કે ‘પ્લીઝ, મને કમનસીબ પેલો યુવક લાગે છે, જેનામાં કોઇની આંતરિક તાકાત કે લાગણીઓને ઓળખવાની શક્તિ નથી.’ ‘એ રાનીને ગમાડતો હતો માત્ર એનાં બાહ્ય દેખાવને લીધે પણ રાનીનું આંતરિક રુપ ક્યાંય વધારે રુપાળું કહેવાય એટલે રડવાનું બંધ’.

પણ રાની ડુસકું ભરતાં બોલી કે ‘પણ મારાં સંજોગો? હું કમનસીબ ત્યારેને મારું ભણતર અધુરુ રહ્યું, શું શાળામાં આટલી મહેનત મેં ડીસ્ટન્સ લર્નીંગથી ‘હોમ સાયન્સ’નું ભણવા કરી હતી?, અત્યારે મારી ઉંમર જોતજોતામાં ૩2 વરસ છે. મારી બંને નાની બહેનોનાં પણ લગ્ન થઇ ગયાં.’.  મેં કીધું તો સારું જ થયું ને! હવે સ્મીતા પણ મને જોઇને એને હિંમત આપવા બાંયો ચઢાવી રહી. ‘સચ બાત હૈ, બનિયાની કી’. ‘તું બલ્લે બલ્લે કર….તુજે ખુબ અચ્છા મુંડા મિલેગા. નિરાશ મત હો’.

સ્મીતાની આભા જ એવી ચંચળ, મનમોહક હતી અને એમાં આ ‘પંજાબી લહેકો’, રાની હસી પડી. એટલે હવે મેં સવાલ-જવાબ ચાલુ કર્યાં. ‘આટલા લાંબા સમયમાં તને ક્યારેય એવું લાગ્યું હતું કે એ તને પસંદ કરવા વિશે ચોક્કસ નથી?’ એણે કીધું ‘ના’. ઘરે બધાને ખબર હતી? એણે કીધું મારાં મમ્મી-પપ્પા મુહુર્ત જોઇને અહિં આવવાનાં પણ હતાં. લગ્ન ક્યારે લેશું એ પણ નક્કી હતું.’. સ્મીતા બોલી, ‘આઇ.સી, તો એકદમથી કેમ એનો વિચાર ફરી ગયો અને ત્યાં સુધી કે આવું કારણ કીધું?’,

હવે રાનીને કળ વળી, ‘હું પહેલેથી જ એની મમ્મીને કમનસીબ લાગતી હતી. અને ધીમે ધીમે એ વાત એની મમ્મીએ છોકરાનાં મનમાં ઘર કરી હોઇ શકે. કારણકે એ એની મમ્મી માટે કંઇ પણ કરી શકે છે. અને એ જ વાત મારામાં એને ગમતી કે હું માતા-પિતા અને કુટુંબ માટે કંઇ પણ કરી શકું છું.’ . હવે તરત મેં અને સ્મીતાએ ઉમેર્યું, ‘તો પછી, તું એની પસંદ હતી પણ એની મમ્મીને તું પસંદ નહોતી. એમ ને?’. હવે રાનીએ વધારે ખુલાસો કર્યો. ‘એની મમ્મીને હું પહેલી નજરે જ ગમી ગયેલી પણ જેમ જેમ મારાં ભૂતકાળનાં સંઘર્ષ વિશે એમને ખબર પડી, એ મને કમનસીબ માનતાં ગયાં. એક વાર એમણે મને કહ્યું પણ હતું પણ મને એમ કે, ‘હવે લગ્નની વાત પાક્કી જેવું જ છે અને પેલો યુવક પણ તો મને પ્રેમ કરતો હતો. એટલે મેં એની મમ્મીની વાતને હસતા મોઢે સહી લીધી હતી.’

હવે અમને આખી વાતની ખબર પડી. પણ અમે શું કરી શકીએ એમ હતા? થોડી ગડમથલ પછી સ્મીતાએ જ કીધું, ‘હમ ઉસસે બાત કરકે દેખેં?’ મેં પણ ‘હા’ ભણી. અમે પેલા યુવકને મળીને કે વાત કરીને કંઇ વાત થાળે પડે એવી કોશિશ કરવાની વાત રાનીને કરી એટલે હવે રાનીને બહુ સારું લાગ્યું. મને આમ તો આવી પારકી વાતમાં આગળ પડતો ભાગ લેવો જરાય સ્વભાવમાં નહોતો પણ સ્મીતાએ મને શીખવેલું કે ‘કોઇને પારકું ગણીને હંમેશા માણસાઇની આપણી ફરજમાંથી છટકવું યોગ્ય નથી જ. કોઇને હિંમતના ‘બે બોલ’ આપી શકીએ, કોઇનું દુઃખ હળવું કરવા પ્રયત્ન કરી શકીએ એ જ સાચું શિક્ષણ છે. આમાં ‘પારકું શું ને પોતાનું શું?’

રાનીએ અમને પેલા યુવકને મળવાની હા પાડી એટલે સ્મીતા તો રીતસરની બલ્લે બલ્લે કરવા લાગી રાની સાથે. પંજાબી ગીતાં ખરેખર કોઇપણ યુવતીનાં ગાલ ગુલાબી કરી શકે છે. અમારી ‘રાની’ પણ ખીલી ઉઠી ઃ)

Advertisements

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: