Hiral's Blog

February 2, 2011

Mobile Library

આજના ગુજરાત સમાચારમાં “એક પ્રેરણાદાયી સમાચાર” ધ્યાનમાં આવ્યા. જે મારી ડાયરીમાં સાચવી રાખવાના ઉદ્દેશથી અહિં બ્લોગ પોસ્ટ તરીકે મૂકતાં મને આનંદ થાય છે.

“ગામડાની ગૃહિણીઓને ઘેર ઘેર પુસ્તકો પહોંચાડતી ૧૦૦ વર્ષ જૂની લાઈબ્રેરીનું થેલી નેટવર્ક”

નાનકડા ગામમાં કોઇ પુસ્તકાલય ૧૦૦ વર્ષ પૂર્ણ કરે ત્યારે તે ગામના લોકો માટે આ સ્થળ એક તીર્થ સમાન બની જાય છે. આવું જ કંઇક અમદાવાદ પાસે આવેલા શેરથા ગામ વિશે પણ કહી શકાય. હમણાં જ પાટનગરની હદમાં આવેલા આ ગામની શેરથા ઉ.સ. સાર્વજનિક પુસ્તકાલયે ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા.

એટલું જ નહીં મેગાસિટીની મહિલાઓ કિટી પાર્ટી કે અન્ય શોખ ધરાવતી હોય છે, ત્યારે આ ગામમાં મોબાઇલ લાઇબ્રેરી કન્સેપ્ટ હેઠળ મહિલા લાઇબ્રેરિયન વૈશાલી શાહ થેલામાં પુસ્તકો લઇને ગામમાં ઘેર ઘેર મહિલાઓને વાંચવા આપે છે.

પછી તે પુસ્તક વંચાઇ જતાં તે કલેક્ટ કરવાનું કામ પણ કરે છે.
૧૯૧૧માં ફ્રીડમ મૂવમેન્ટ લિડર અંબાલાલ જોરદાસ પટેલની પ્રેરણાથી ટોટલ ૨૦૦ પુસ્તકો સાથે આ લાઇબ્રેરીની શરૂઆત થઇ હતી. લલ્લુભાઇ પટેલે કહ્યું કે, જૂનો કોટ પહેરજો પણ નવાં પુસ્તકો ખરીદજો. આ ભાવના સાથે આ લાઇબ્રેરી આજે શતાબ્દી વર્ષ ઉજવે છે.

માત્ર ૧૨ હજારની વસ્તી ધરાવતું શેરથા ગામમાં સ્વતંત્રતાની ચળવળ પૂરજોશમાં ચાલતી. દરમિયાન અહીં પુસ્તકાલય શરૂ કરવાનો નિર્ણય લેવાયો. આજે અલગ અલગ પ્રકારના ૧૬ હજાર કરતાં વધારે પુસ્તકો આ પુસ્તકાલય ધરાવે છે. સામાન્ય રીતે ગામડાની મહિલાઓ ઘરકામ કરીને પોતાનો સમય પસાર કરતી હોય છે, પણ આ ગામની મહિલાઓને આ વાત લાગુ પડતી નથી.

સહલાઇબ્રેરિયન વૈશાલી શાહ કહે છે, વાંચન ભૂખ તો ગામડાની સ્ત્રીઓમાં પણ રહેલી છે. જરૂર છે તેમને યોગ્ય પ્રોત્સાહન આપવાની. ટિચરની જોબની સાથે સાથે હું ૧૦૦ વર્ષનો ઇતિહાસ ધરાવતી આ ગામની લાઇબ્રેરીમાંથી એક થેલામાં પુસ્તકો ભરીને ગામમાં બહેનોને આપવા માટે નીકળું છું. તેમના વાંચન શોખ પ્રમાણે ઘરકામની સાથે સાથે તેઓ આ પુસ્તકો વાંચે તે માટે હું તેમને સમજાવું પણ છું.

ગામના બાળકો પણ નાની નાની વાર્તાઓ તેમજ વિજ્ઞાનને લગતી ચોપડીઓની માગણી કરે ત્યારે ગમે ત્યાંથી તેમને આ પુસ્તક પૂરું પાડવાની જવાબદારી લીધા પછી થોડાક જ દિવસમાં તેમને પુસ્તક મળે તેનું ઘ્યાન રાખવામાં આવે છે. ક્યારેક બહેનો ઘરકામ કરતી હોય ત્યારે નવરાશના સમયમાં વાંચજો અને પછી હું એકાદ બે દિવસ પછી તે પુસ્તક તેમના ઘરે જઇને પરત લઇ બીજી મહિલા વાચક સુધી પહોચાડુ છું.

 ગામમાં રહેતા અને વાંચન પ્રવૃત્તિને વેગ આપતાં ભરત પ્રજાપતિ કહે છે જ્યારે ૧૦૦ વર્ષ અગાઉ પુસ્તકાલય શરૂ થયું ત્યારે ગામના માંડ દસ- પંદર વાંચન પ્રેમી અહીં આવતા પણ દિવસેને દિવસે ગામના લોકોને પણ શિક્ષણનું મહત્ત્વ સમજાયું તેમ તેમ તેમનામાં વાંચનનો શોખ જાગ્યો છે. અત્યારે રોજ ગામના ૯૦ કરતાં વધારે વાચકો દરરોજ પુસ્તકાલયમાં આવીને તેમની વાંચન ભૂખ સંતોષે છે.

નોંધઃ પહેલાં મને આવાં કટીંગ્સ ભેગા કરવાનો શોખ હતો. પરંતુ હવે, આવી રીતે બ્લોગ ઉપર પોસ્ટ તરીકે કોઇ લેખને શૅર કરવાથી જો કોઇ ‘કૉપીરાઇટ્સ’ નો ભંગ થતો હોય એવું કોઇને પણ ધ્યાનમાં આવે તો ચોક્કસથી મને જાણ કરશોજી.

Advertisements

3 Comments »

 1. please give me ur. contact no……also visit ,,,facebook.com/shertha24

  welcome 2 shertha

  Comment by janak — October 12, 2014 @ 4:25 pm | Reply

 2. ખુબ ખુબ આભાર ,આપનો ….અમારા શેરથા ગામ ની તમે કોઇક દિવસ મુલાકાત લો અને સાથે લાઇબ્રેરી ની પણ મુલાકાત.જરુર થી લો આપ્નુ સ્વાગત છે .અમારા શેરથા ગામમાં

  Comment by janakpatel24 — February 21, 2015 @ 6:23 pm | Reply

 3. very nice call me : 9924249897

  Comment by janak — December 11, 2015 @ 4:51 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: