Hiral's Blog

January 25, 2011

બદનસીબ રાની? કે ‘વિરાંગના રાની’

Filed under: Examplary Life,Experience to share,India,own creation,Thought — hirals @ 12:03 am

રાનીનાં જન્મદિવસની ઉજવણી પછી બે-ત્રણ દિવસ રાનીનો મુડ એકદમ બદલાઇ ગયો અને અચાનક જ ચહેકતી-મહેકતી તીતલી જેવી બની ગઇ પણ ફરીથી એકાદ અઠવાડિયામાં જ એકલી-એકલી રહેવાં લાગી. કશું બોલે જ નંઇ. કાંઇ પૂછીએ તો પણ ટૂંકમાં જ જવાબ આપે.

પણ મેં અને સ્મીતાએ સતત એની સાથે વાત કરવાનો પ્રયત્ન ચાલુ જ રાખ્યો. હું અને સ્મીતા ભલે ઘણી બધી વાતોએ જુદાં હતાં પણ એક વાતે તો હંમેશા જ એકસરખી વિચાર સરણી ધરાવતાં હતાં અને એ કે ‘આપણી આસપાસનાં લોકો, આપણાં ઘરનાં સદસ્યો (ભલે પછી એ કોઇ તદ્દન નવી જ રુમ-મેટ) કેમ ના હોય પણ એની સાથે એકદમ ઘરનાં સદસ્ય જેવી જ આત્મીયતા અમે બંને રાખી શકતાં’. અમારી ગાઢ મૈત્રીનું પણ આ જ મુખ્ય જમા પાસું હતું.

હું તો પહેલેથી જ ડૉ. મૃગેશ વૈશણ્વનાં બધાં જ લેખો વાંચુ એટલે મને માનવ મનનાં તરંગો, અતિ સંઘર્ષનાં કારણે આત્મવિશ્વાસ ગુમાવી દેતાં બાળકો અથવા તો મનને ક્યારેક આવી શકતો શરદી-તાવ (મન પણ તો શરીરનું જ એક અંગ છે ને!) વગેરે મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ બહુ સહજતાથી મારાં જીવનમાં વણાઇ ગયેલું. અમારાં સતત પ્રયત્નોથી આખરે, એક દિવસ રાનીએ એનાં પરિવાર વિશે, એનાં જીવનનાં સંઘર્ષ વિશે એનું મન ખુલ્લું કર્યું. એ એક પૈસે ટકે સુખી રાજસ્થાની, ચુસ્ત મારવાડી પરિવારમાંથી હતી. પણ ધો. ૧૨ માં હતી ત્યારે એનાં પિતાને કાર-અકસ્માત થયો અને એનાં પિતા એકાદ વર્ષ સુધી કોમામાં સરી પડ્યાં. રાની ઘરમાં સૌથી મોટી દિકરી. એનાંથી નાની બે બહેનો અને પછી એક નાનો ભાઇ. પિતાની સારવારનો ખર્ચો, નાનાં ભાઇ-બહેનોનાં ભણતરની જવાબદારી આ કુમળી ૧૬-૧૭ વર્ષની દિકરી અને એની ગૃહિણી માતા પર આવી પડી.

રાનીનાં ધો.૧૨ સાયન્સમાં ૯૨ ટકા માર્ક્સ હતાં. પણ પરિણામ આવતાં પહેલાં જ ભાગ્યવિધાતાએ એની કારકિર્દી પર મોટો ફટકો મારેલો. કોઇ તમને સમાજમાં ફીનાં પૈસા આપવાવાળું મળી રહે પણ તમારાં ઘરનાં રોજિંદા ખર્ચની જવાબદારી તો કોણ ઉપાડે? એક મહિનો, છ મહિના કે એકાદ વર્ષની વાત હોય તો કદાચ કોઇ રસ્તો નીકળે પણ જે પરિસ્થિતિમાં રાની આવી પડી હતી એમાં હવે, શું રસ્તો કાઢી શકાય? એક જ કે, રાની અને એની મમ્મી બનતી બધી જ મહેનત કરે અને ઘર ખર્ચ ચલાવે. પિતાની દવાનો ખર્ચ, ઘર ખર્ચ અને નાનાં ભાઇ-બહેનોનાં ભણતરનો ભાર રાનીએ ખુબ મક્કમ મને સ્વીકારી લીધો. સીવણ, ભરત-ગુંથણ કરીને રાની અને એનાં મમ્મી આ બધો ખર્ચ શરુઆતમાં કાઢતાં. થોડાં વખતમાં કાર અને પછી ઘર પણ એ લોકોને વેચવું પડ્યું. સતત સંઘર્ષ કરીને એ સેલ્સ ગર્લ, પછી મોલમાં ડિઝાઇનર, સાથે સાથે ડિઝાઇનીંગનાં અમુક સર્ટીફિકેશનસનાં અભ્યાસથી પછી એક કોલેજમાં પ્રધ્યાપક અને પછી એચ.ઓ.ડી બની. અત્યાર સુધીનાં એનાં સંઘર્ષ અને એની જાત મહેનતે ઘડેલાં વ્યક્તિત્વથી આકર્ષાઇને એને સદનસીબે એક સરસ કંપનીમાં ઉંચા પગારની નોકરી મળી અને એ બૅંગલોર આવી ગઇ.

જો કે સમાજમાં દરેક વખતે લગ્નની વાત વખતે એની પાકટ ઉંમરનાં (૨૮-૨૯) લીધે ‘એને કૅરિયર ઓરિંએન્ટેડ વુમનનું બિરુદ મળ્યું’. આપણાં સમાજમાં આ વાત ઘણાં લોકો લગ્ન કરવાં વખતે વિચારે છે. જે કદાચ એમની રીતે સાચું પણ હોઇ શકે પરંતુ મહેનતુ છોકરી અને કેરિયર ઓરિયેંટેડ ઉદ્ધત છોકરીમાં જમીન- આસમાનનો ફરક હોય છે.

નસીબજોગે એની બીજા નંબરની બહેને એમનાં જુનાં પડોશી સાથે લવ-મેરેજ કર્યાં. એટલે સામાજિક રીતે રાનીનાં લગ્ન વખતે વધારે જ પ્રશ્નો થતાં કે ‘રાનીને મુકીને નાની દિકરીનાં લગ્ન શું કામ કર્યાં હશે?’. (શિક્ષિત લોકો આવાં પણ હોઇ શકે?) . નસીબ જોગે રાનીનાં લગ્નની વાત એક જગ્યાએ ચાલી પણ છોકરો ઘરે જોવા આવ્યો તો એની નાની બહેનને એણે પસંદ કરી કે જે હજુ બી.ટેકનાં છેલ્લાં વરસમાં હતી. ક-મને રાનીનાં માતા-પિતાને ઘર અને વર બધું સારું હતું એટલે રાનીનું મન દુઃખાવીને પણ વાત સ્વીકારવી યોગ્ય લાગી. જો કે લગ્ન બે વર્ષ પછી લીધાં કે કદાચ રાનીનું લગ્ન ગોઠવાઇ જાય. પણ રાનીનાં નસીબ આડેથી પાંદડું હજુ ના ખસ્યું અને છેવટે એનાંથી નાની બંને બહેનોનાં લગ્ન થઇ ગયાં. બૅંગલોર આવીને રાનીને એક યુવકનો પરિચય થયો કે જેણે રાનીમાં ખાસ્સો રસ લીધો અને ચાર-છ મહિને હરી-ફરીને (ડેટિંગ કરીને) લગ્ન માટે ‘ના’ કહી. એણે જે કારણ કીધું એનાંથી રાની સાવ તૂટી પણ ગઇ અને નંખાઇ પણ ગઇ. અમે બહુ પૂછ્યું તો જે જાણવા મળ્યું એ ખરેખર આઘાતજનક શબ્દો હ્તાં. એ સંસ્કારી-શિક્ષિત યુવકનું કહેવું હતું કે ‘ જો એ રાનીથી લગ્ન કરશે તો રાનીનાં ભાગ્યની કાળી છાયા એનાં જીવનમાં પણ પડશે. રાનીને એણે કીધું કે તું બહુ બદનસીબ યુવતી છે એટલે હું તારી સાથે લગ્ન કરવા વિશે ચોક્કસ નથી’.

બસ, આ વજ્રઘાત સમા શબ્દો જ્યારે અમે જાણ્યાં ત્યારે અમે પોતે પણ નિઃશબ્દ બની ગયાં. આટલું ઓછું હોય તેમ, સોનુ જે રીતે એનાં ફિયાન્સીને મળતી, ક્યારેક હવે અમારી ગેર-હાજરીમાં એને ઘરે પણ લાવતી, બેફામ શોપિંગ કરતી એ બધું ક્યાંક રાનીને એનાં ભૂતકાળ બાબતે વધારે વિશ્વાસ અપાવી રહ્યું હતું કે સાચે જ એ ‘બદનસીબ’ જ છે.

ક્રમશઃ

—-

અહિં નસીબની એક ઠોકર હતી. પણ એમાં રાની કેટલી મહેનતુ, કેટલી લાગણીશીલ હતી અને હવે તો એણે એની જીંદગીની આગને બાગમાં પણ ફેરવી લીધી હતી. જો આ જ વાત કોઇ ‘દીકરા’ એ કરી બતાવી હોત તો? એનાં માટે બધાં કેવું વિચારશે. ‘બહુ મહેનતુ છે. પરિવાર માટે એણે ઘણું કર્યું છે. બે બહેનોનાં લગ્ન કર્યાં છે અને હવે નાનો ભાઇ પણ બી.ઇ નું ભણે છે. હા, ‘ઘર નું ઘર’ નથી. પણ ‘વરમાંથી ઘર થાય’. ધીમે ધીમે બધું હવે સારું જ થશે.’

બસ, આ જ ગુણો કે આવી જ વિશેષતાઓ કેમ ‘રાની’ માટે વિચારી ના શકાય? પોતે દીવો થઇને બળી. આખા પરિવારને ઉજાળ્યું, શું એને કમનસીબી કહી શકાય? એને તો ‘ઝાંસીની રાણી’ જ કહેવું જોઇએ. એવું નથી લાગતું?

શું એવું નથી લાગતું કે આવા સંજોગો કે પરિસ્થિતિઓ સામે લડતી વિરાંગનાઓને આપણાં શિક્ષિત સમાજે હવે ‘બદનસીબ યુવતી’ તો ના જ કહેવું જોઇએ.

Advertisements

6 Comments »

 1. રાણીની બદનસીબ સ્થિતિ જોઈને ઘણું દુખ થયું.
  પ્રવીણ શાહ

  Comment by pravinshah47 — January 26, 2011 @ 11:03 pm | Reply

  • સર, અહિં નસીબની એક ઠોકર હતી. પણ એમાં રાની કેટલી મહેનતુ, કેટલી લાગણીશીલ હતી અને હવે તો એણે એની જીંદગીની આગને બાગમાં પણ ફેરવી લીધી હતી. જો આ જ વાત કોઇ ‘દીકરા’ એ કરી બતાવી હોત તો? એનાં માટે બધાં કેવું વિચારશે? ‘બહુ મહેનતુ છે. પરિવાર માટે એણે ઘણું કર્યું છે. બે બહેનોનાં લગ્ન કર્યાં છે અને હવે નાનો ભાઇ પણ બી.ઇ નું ભણે છે. હા, ‘ઘર નું ઘર’ નથી. પણ ‘વરમાંથી ઘર થાય’. ધીમે ધીમે બધું હવે સારું જ થશે.’

   બસ, આ જ ગુણો કે આવી જ વિશેષતાઓ કેમ ‘રાની’ માટે વિચારી ના શકાય? પોતે દીવો થઇને બળી. આખા પરિવારને ઉજાળ્યું, શું એને કમનસીબી કહી શકાય? એને તો ‘ઝાંસીની રાણી’ જ કહેવું જોઇએ.
   એવું નથી લાગતું?

   Comment by Hiral — January 27, 2011 @ 9:15 am | Reply

  • તમારી વાત સાચી ‘નસીબની ઠોકર’ વિશે. મને પણ ઘણું દુઃખ થયું હતું.
   પણ પછીથી શિક્ષિત સમાજમાંથી ‘જે ઠોકરો’ મળી એનું શું? મને એ વાતે ‘ઘણો આક્રોશ’ છે.

   Comment by hirals — January 27, 2011 @ 9:31 am | Reply

 2. પુસ્તક લખાઇ રહ્યું છે અને એનાં પ્રકાશન વખતે ચોક્કસથી એક આખી પોસ્ટ અહિં મુકીશ……..
  Congratulations…and all the best…! You are doing a great job…Keep up the high spirits…God Bless.

  Comment by Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) — January 28, 2011 @ 2:32 pm | Reply

 3. આવી તો સમાજમાં અનેક દીકરીઓ હશે.જેમણે કુટુંબ માટે બલિદાન આપ્યા હશે.ખેર પુસ્તક ખૂબ સફળતા પ્રાપ્ત કરે સાથે આપ પણ જીવના ખૂબ સફળતા પ્રાપ્ત કરો તેવી શુભેચ્છા.

  Comment by Bhupendrasinh Raol — January 30, 2011 @ 9:15 am | Reply

 4. આપણા સમાજને બાહ્ય પરિસ્થિતિ જોઈને નિર્ણય આપી દેવાની ટેવ પડી ગઈ છે. બાકી બદનસીબી બાહ્ય સંજોગો પર નહિ, આંતરિક બળ કે તેના અભાવ સાથે જોડાયેલી છે. તમે કહ્યું એમ જેણે જીંદગીની આગને બાગમાં પણ ફેરવી લીધી હોય તેણે બદનસીબ કઈ રીતે કહી શકાય ? તે તો જીવનનો એક મહત્વનો સંદેશ સહુને આપે છે કે બાહ્ય સંજોગો જે પણ હોય, તેને શ્રેયસ્કર બનાવવાની ક્ષમતા આપણા સહુમાં રહેલી છે જ. રાની બદનસીબ નહિ, પ્રેરણાદાયી છે…

  Comment by ઉદય ત્રિવેદી — January 31, 2011 @ 3:53 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: