Hiral's Blog

January 20, 2011

સતેજ એન્ટેના

હવે, જ્યારે અમે બે માંથી ચાર થયાં ત્યારની આ વાત છે. એટલે કે હું અને સ્મીતામાંથી, હું, સ્મીતા, રાની અને સોનુ.

(અને અમે નવાં ફ્લેટમાં લગભગ સેટલ પણ થઇ ગયાં હતાં.)

સ્મીતાની અવલોકન શક્તિ અદભુત છે. એક દિવસ ઓફીસથી ઘરે આવીને મને તરત એક રુમમાં ખેંચી ગઇ. મને એણે એની અવલોકનશક્તિ દ્વારા કીધું કે આજે રાનીનો જન્મદિવસ છે. મેં કીધું, ‘ડોન્ટ ટેલ મી’. એણે કીધું હતું કે ૨૧મી ડિસેમ્બર છે. તો મને કહે, સો ટકા એણે ખોટું કીધું હતું. તરત એણે સોનુને પણ ઓફીસ ફોન કરીને કીધું કે રાનીનો જન્મદિવસ ઉજવવો છે એટલે આજે કોઇ પણ સંજોગોમાં જલ્દી ઘરે આવે. સોનુની સગાઇ થઇ ગયેલી એટલે એ ઓફીસેથી અડધો કલાક રોજ એનાં ફીયાન્સીને મળીને પછી જ ઘરે આવતી અને હવે બે એક મહિનામાં એટલે કે ડીસેમ્બરમાં તો એનાં લગ્ન પણ હતાં. એટલે એ બસ, શોપિંગ, શોપિંગ કર્યા કરતી. 🙂 પણ સ્મીતાએ આજે એને સખત શબ્દોમાં જલ્દી ઘરે આવવાં કીધું એટલે ફોન પર જ એનો મુડ બરાબર બગડેલો.

સ્મીતાએ ચંચલ ભૈયા (અમારા અપાર્ટમેન્ટનો રખેવાળ) ને પાસેની એક દુકાનમાં એગલેસ કેક ખરીદ કરવાં કહ્યું. મેં કીધું, ફિયાસ્કો થઇ જશે, શું સાબિતી છે કે આજે રાનીનો જન્મદિવસ છે? એટલે એણે મને ગણાવા માંડ્યું, ગઇ કાલે રાત્રે મોડે સુધી એને સામેથી ઘણાં ફોન આવેલાં. મેં કીધું, ‘ફોન પર રોજ સોનુ હોય છે, અને રાની પણ સોનુના ફીયાન્સી જોડે ઘણીવાર ગપ્પા મારતી હોય છે. એટલે તને ભ્રમ થતો હશે’. તો મને કહે, ‘આજે સવારે એણે શીરો બનાવ્યો છે.’. સવારે એણે એની મમ્મીને સૌથી પહેલાં ફોન કરેલો. સવારે એ ઉઠીને તરત જ મંદિર ગયેલી. અને અત્યારે પણ દરેક ફોન ઉપાડતી વખતે એ ‘થેન્ક્યુ’ તો બોલી જ રહી છે. તો એનો શું અર્થ થાય? ‘થોડીવાર મેં પણ મારાં કાન સરવા કર્યાં અને મને પણ લાગ્યું કે એક દિવસમાં આટલાં બધાં ફોન અને દરેક ફોનમાં થેન્ક્યુ તો કોઇ શું કામ કહે? જો કે, પછી વિચાર્યું કે જો રાનીનો જન્મદિવસ નહિં હોય તોય શું ફર્ક પડશે? બધાં સાથે મળીને એ બહાને કેક ખાઇશું. હું અને સ્મીતા, આસ-પડોસનાં અમારાં મિત્રો, સ્વજનોને રાનીનાં જન્મદિવસની ઉજવણીનું આમંત્રણ આપી આવ્યાં.

અડધો કલાકમાં કેક આવી ગઇ. જે અમે બાજુનાં ઘરમાં જ રાખવા માટે ચંચલભૈયાને કીધું હતું. હું અને સ્મીતા રાનીને બિલકુલ ખ્યાલ ના આવે એમ ‘થોડી દેરમેં આતે હૈ’ કહીને બાજુનાં ઘરમાં ગયાં. સોનુને પણ ફોન કરીને સીધા બાજુનાં ઘરે જ આવવાનું કીધું. થોડીવાર જાણે અમે બધાં રાનીને સર્પાઇઝ આપવાની યોજનામાં જ હળી-મળીને એનાં જન્મદિવસની ઉજવણીનાં મુડમાં આવી ગયાં. સોનુ પણ ઉજવણીની તૈયારી જોઇને એનો ગુસ્સો ગળી ગઇ. એક,દોઢ કલાક સુધી અમે રાનીને એકલી જ રાખવી જોઇએ એવું નક્કી કરીને ગપ્પાં મારતાં બેસી રહ્યાં. થોડીવારે રાનીનો ફોન પરનો અવાજ બંધ થયો. અને એ લાઇટસ બંધ કરીને અંદર એનાં રુમમાં જતી રહી છે એવી ખાતરી થઇ એટલે અમે બધાં ઘરની બીજી ચાવીથી ચુપકે ચુપકે અમારાં ઘરમાં દાખલ થયાં.

રાનીનાં પલંગ પાસે જઇને બધાએ એક સાથે ‘હેપ્પી બર્થ ડે ટુ ડીયર રાની’ ગાવાનું શરુ કર્યું. રાની તો એકદમ સફાળી બેઠી થઇ અને એવી તો ભાવવિભોર બની ગઇ અને પછી પુછવા માંડી કે ‘બટ તુમ સબકો મેરે જન્મદિન કા પતા કૈસે ચલા?’ રાની તો બસ પૂછતી જ રહી ગઇ અને અમે એની ખુબ મજા લીધી. એણે કેક કાપી. ચંચલ ભૈયા સહિત અમે ત્રણ ઘરનાં બધાં સદસ્યોએ ભેગા મળીને અચાનક જ રાનીનાં જન્મદિવસની ઉજવણી કરી. અડધો-પોણો કલાકમાં પાડોશી મિત્રો તો સૌ પોતપોતાનાં ઘરે ગયાં. ચંચલભૈયા પણ ડ્યુટી પર લાગી ગયાં અને ફરીથી રાનીએ શરુ કર્યું કે ‘પર તુમ સબકો પતા કૈસે ચલા?’. એટલે સ્મીતાએ જ કીધું કે ‘મેરે સતેજ એન્ટેના સે’ 🙂 અને એણે એનાં બધાં અવલોકનો કીધાં. પણ સોનુ તો હવે રીતસરની એની ઉપર ચીઢાઇ કે ‘પણ તેં અમને તારો જન્મદિવસ ૨૧મી ડીસેમ્બર છે એવું કેમ કીધું?’. તો રાની થોડી રડમસ થઇ ગઇ. બહુ પુછ્યું તો ખાલી એટલું જ બોલી કે એને એનાં ‘જન્મદિવસની ઉજવણીમાં કોઇ જ રસ નહોતો’. અમે કીધું ‘કેમ?’. સ્મીતા કહે, ‘બટ જુઠ ક્યું બોલા?’ તો કહેતાં કહેતાં એ રડી પડી. એનાં આગલા વરસનાં જન્મદિવસની યાદો એ આ વખતે જન્મદિવસ ઉજવીને ફરીથી એ બધી યાદોને તાજા કરવાં નહોતી માંગતી. અને વાતમાં કાંઇ જ નહોતું. જેની સાથે એનાં લગ્નની વાત પાક્કી જ હતી એની સાથેનાં ઘણાં સંસ્મરણોને યાદ કરવાથી એ ડરી રહી હતી. કોઇ કારણસર પેલા છોકરાએ લગ્ન કરવાની ‘ના’ કહી હતી જે વાતથી એ એટલી બધી દુઃખી થઇ ગયેલી કે ‘એ કોઇની સાથે બહુ હળતી-ભળતી જ નંઇ’.. એક વરસથી જે દુઃખ મનમાં છુપાવીને બેઠી હતી એ આજે સાવ અચાનક એણે રડીને હળવું કરી લીધું. પછી તો જમી-પરવારીને ક્યાંય મોડે સુધી, અમે બધાં ગપ્પા મારવા બેઠાં. છેક ત્રણ વાગ્યા સુધી ગપ્પા માર્યાં. પણ અમે બધાં બહુ ખુશ હતાં. ખાસ તો રાની સૌથી વધારે ખુશ હતી.. ભૂતકાળની યાદોથી પીડાઇને જે એકલવાયું જીવન જીવતી થઇ ગઇ હતી એ ફરીથી પાનખર પછીનાં વસંતની જેમ ખીલી ઉઠી.

—-

બીજું તો શું કહું? પણ જ્યારે આપણે બધાં માત્ર આપણી સમસ્યાઓમાં જ ખોવાઇને જીવવા ટેવાતાં જઇએ છીએ, ત્યારે સ્મીતા જેવી અવલોકન શક્તિ, દરેકને પોતાનાં બનાવી લેવાની કુશળતા, હળી-મળીને ઉત્સવ પ્રિય બનીને એક-બીજાંના સુખઃદુઃખમાં સહભાગી થવું એ બધું શું એટલું બધું જટિલ છે જેટલું આપણે બનાવી દીધું છે આધુનિક જીવનની દોડમાં?

નોંધઃ રાની અને સોનુ નામ બદલ્યાં છે.

Advertisements

2 Comments »

  1. Yes, you are right. It is not that difficult to observe like Smita and share the happiness / sorrow. It reminds me the statement from famous Gujarati story “Post office” by Dhumaketu. “If people start thinking from others’ view point that 50% of miseries will reduced in this world.” It is great, that your roommate thinks from others perspectives. “

    Comment by Manish V. Panchmatia — January 22, 2011 @ 11:41 am | Reply

  2. બહુ જ સરસ વાત કહી. આનંદ વહેંચવાથી વધે છે. અને દુખમાં સહભાગી થવાથી દુખ ઘટે છે.
    પ્રવીણ શાહ

    Comment by pravinshah47 — January 23, 2011 @ 4:21 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: