Hiral's Blog

January 18, 2011

અન્નપુર્ણા

Filed under: Experience to share,India,own creation — hirals @ 4:41 pm

એક દિવસ મને ઓફીસેથી આવતાં ઘણું મોડું થઇ ગયું. આમ તો હું મોડામાં મોડી સાડા-સાત, આઠ વાગે તો ઓફીસેથી નીકળી જ જઉં. પણ પ્રોજેક્ટ રીલીઝનાં કારણે ગમે એટલી વહેલી જાઉં, મોડું થઇ જ જતું. અને એ દિવસે ઓફીસેથી નીકળતાં જ મને લગભગ ૯ થઇ ગયાં. અને ઘેર આવીને પણ ઘણું કામ પતાવવું જરુરી હતું. કામની લ્હાયમાં હું સાંજે ખાવાનું પણ ભૂલી ગયેલી. સામાન્ય સંજોગોમાં જો મોડું થવાનું હોય તો હું ઓફીસમાં જ થોડું ખાઇ લેતી પણ એ દિવસે યાદ જ ના આવ્યું. ઘેર આવીને સ્મીતાને કીધું, તું ખાના ખા લે ના, મુજે બહુત કામ હૈ, સ્મીતા પણ ઘરે ફોન પર વાત કરવામાં મશગુલ હતી. લગભગ રાત્રે દસ વાગ્યે એણે ખાવાનું બનાવવું શરુ કર્યું. મને પૂછ્યું, કે શામ કો ‘ક્યા ખાયા થા?’ અને મેં કીધું કે ‘અરે, મૈં તો શામ કા ખાના હી ભૂલ ગઇ’ એટલે એ મારાં ઉપર એ ગુસ્સે થઇ, ‘બોલના તો ચહિયે કી મેડમને કુછ ખાયા નહિં’. મેં કીધું, આટલું મોડું તો હવે હું ખાઇશ પણ નંઇ.

મને આગ્રહ કરીને કહેવા માંડી, એક પરાઠું ખાજે, પણ સાવ ભૂખ્યા પેટે તો તને નહિં જ સુવા દઉં. એણે કીધું, ‘મુઝે લગા, તું આજ શામ કો ઓફીસસે ખાકે નીકલી હોગી ઔર મુઝે ભી બાતોં બાતોં મેં ધ્યાન હી નહિં રહા કી દસ બજને કો આયે.’ મેં એને ફરીથી ના પાડી કે ‘હવે જે થશે એ સવારે, હું આટલું મોડું નહિં જમું’. મેં એને સમજાવવા કોશિશ કરી કે અમદાવાદ ઘરે તો સાંજે સાડા-સાત, આઠ વાગ્યામાં તો અમારું રસોડું પતી જ જાય. શાળા, કોલેજ બધું બપોરનું અને ઘરે બા (મારાં નાની) ચુસ્ત ચોવિહાર કરે અને મમ્મી ને ‘રાત્રે આઠ વાગ્યા પછી નહિં ખાવાનો નિયમ’ એટલે મને રાત્રે ખાવાની બિલકુલ ટેવ નહોતી. ક્યાંક બહાર કોઇ પ્રસંગે રાત્રે જવાનું હોય તો પણ મને સમયસર ઘરે જમી લેવાની ટેવ હતી. અને રાત્રે મોડું નહિં પચે એવી બીક પણ હતી અને હવે મારી ભૂખ પણ મરી ગયેલી.’ આટલી લાંબી ચોખવટ પછી પણ સ્મીતા એકની બે ના જ થઇ. ‘મૈં કોઇ તુઝે ભૂખા હી સોને દૂંગી ક્યા? નારી કો શાસ્ત્રોમેં અન્નપૂર્ણા કહા હૈ’. બસ, આ એક વાક્ય બોલતી જાય અને એની પંજાબની મહેમાનગતિની, ખાણી-પીણીની વાતો કરતી જાય. અને રાત્રે અગિયાર વાગે ‘કેટલી ના’ પછી અમે જમવા બેઠા. મને તો આટલી રાત્રે જમવામાં કોઇ જ રુચિ નહોતી. પણ સ્મીતાનો આગ્રહ એટલો બધો હતો કે ‘ભૂખ્યા તો નહિં જ સુવા દઉં, સીર્ફ એક પરાઠા ઔર થોડી સબ્જી ખા, બટ ખા’. છેવટે મેં એનું મન રાખવા જમી લીધું. અને જમીને થોડી વારમાં જ વાતો કરતાં કરતાં અમે સૂઇ ગયાં.

રાત્રે સાડા બાર – એક વાગ્યે હું ઉઠી. પેટમાં સખત દુખાવો થઇ રહ્યો હતો. મેં ક્યારેય રાત્રે ખાધું જ નહોતું, આટલી મોડી રાત્રે જમવાનાં સંજોગો જ નહોતાં આવ્યાં જીવનમાં અત્યાર સુધી. (મમ્મી હોય ને હંમેશા ગરમા ગરમ સમયસર જમાડે). સ્મીતાને સમજાવ્યું પણ હતું પણ …., ‘ના છુટકે મેં એને ઉઠાડવાનું વિચાર્યું પણ એટલામાં તો એ મારો અવાજ સાંભળીને (બે-ત્રણ આંટા મેં માર્યા રુમમાં એનો અવાજથી) જ એ ઉઠી ગઇ. મેં એને કીધું, ‘પેટમેં દર્દ હો રહા હૈ’. મારી પાસે શરદી-તાવની, માથાના દુઃખાવાની દવા હતી પણ પેટમાં તો મને ક્યારેય આ પહેલાં દુઃખ્યું પણ નહોતું. હું લગભગ રડવા જેવી થઇ ગઇ કે હવે આખી રાત કેમ કરીને પસાર થશે? બીજા દિવસે ઓફીસ જલ્દી પહોંચવું પણ જરુરી હતું. મારાં દર્દને જોઇને…’ઓ…મા….ઓ…મા…’ની મારી બુમો સાંભળીને હવે સ્મીતાને ખરાબ લાગ્યું. એ પણ બહુ અચંબામાં પડી ગઇ. ‘મુઝે ક્યા પતા થા બનિયાની કી રાત કો ખાને સે તુઝે પેટ દર્દ હોગા’. મેં કીધું દર્દ તો હો ગયા અભી ઇલાજ કે લિયે ક્યા કરેં?’ એક રસ્તો હતો કે નીચે મકાનમાલિકને ઉઠાડીએ. એણે કીધું. પણ મને એને એકલીને નીચે મોકલવામાં પણ બીક લાગી. બીજું હું પણ સ્વસ્થ નહોતી. અડધી રાત્રે કોઇ બીજી મોટી તકલીફ ઉભી થાય તો? એણે એનાં એક મિત્રને ફોન લગાવ્યો પણ ઉંઘમાં એણે ફોન ઉપાડ્યો નહિં. સ્મીતાને હવે વધારે ચિંતા થવા લાગી એટલે એણે મને પૂછ્યું, મને પણ એક-બે મિત્રો પાસેથી મદદ મળી રહે તેમ હતી પણ એ લોકો પાસે બૅંગલોરમાં વાહન નહોતું અને એ લોકો ખાસા દૂર રહેતાં હતાં.

બહુ વિચાર્યા પછી ખ્યાલ આવ્યો કે શ્રધ્ધાની ઓફીસમાં કામ કરતો એક છોકરો અમારાં જ વિસ્તારમાં રહેતો હતો . જો કે મારો તો એની સાથે માત્ર ‘હાય-હેલો’ નો જ પરિચય હતો અને શ્રધ્ધાએ જતી વખતે શશાંકનો ફોન નંબર આપેલો, ઓફીસનાં કોઇ પણ ડોક્યુમેન્ટ માટે કદાચ મને એને ફોન કરવાની જરુર પડી શકે એ વિચારથી.. પણ એની પાસે ‘બાઇક’ હતું એટલે કદાચ એ રાત્રે મેડિકલ સ્ટોર જઇ શકશે એવાં વિચારથી સ્મીતાએ અને મેં શશાંકને ફોન કરીને મદદ માંગવાનું વિચાર્યું.

નસીબજોગે શશાંકે તરત જ ફોન ઉપાડ્યો અને એનાં ઘરે ફુદીનહરા ટેબલેટ, ઇનો, ખાવાનો સોડા, લીંબુ બધું જ હતું એટલે અડધી રાત્રે દોડીને અમારી રુમ પર આપી ગયો. એને ખબર હતી કે અમારે ત્યાં ‘બોયઝ નોટ અલાઉ’ નો રુલ હતો એટલે એણે મારી ટીખળ પણ કરેલી ઃ) અને કીધું પણ ખરું કે જો મકાનમાલિક સવારે મારાં અહિં આવવા વિશે કશી પંચાત કરે તો મને બોલાવી લે’.

દવા લીધા પછી, રાતના લગભગ બે વાગ્યે મને રાહત થઇ અને અમે સૂઇ ગયાં. બીજા દિવસે મેં સ્મીતાને સવારે ઉઠાડી, ‘અન્નપૂર્ણામાતા ઉઠો’ અને સ્મીતાએ કાનની બુટ પકડી કે હવેથી ક્યારેય આવો આગ્રહ કરીને મોડી રાત્રે બનિયાનીને તો નહિં જ જમાડવી. પણ સાથે સાથે રોજ સાંજે સમયસર અમારે બંને જણે જમી જ લેવું જોઇએ એવો નિયમ પણ અમારી રોજનિશિનો એક ભાગ બની ગયો.

આજે પણ ક્યારેક જમવાનું બનાવવાની આળસ આવે કે મોડું થઇ ગયું હોય તો મને આ અન્નપૂર્ણા માતા બહુ યાદ આવે છે ઃ) અને ‘નારી કો શાસ્ત્રોમેં અન્નપૂર્ણા કહા હૈ, કહેતાં મારી આળસ પણ ભાગી જાય છે’.

thanks smita , shraddha & shashank 🙂

Advertisements

2 Comments »

  1. you are writing excellent. To describe the event and create a SHABDA-CHITRA is your skill. You can precisely capture what reader will think and write accordingly. You just bring the reader with you in your narration of the incident. Reading reader’s mind, that skill I have seen in great author Late Harkisan Mehta. You must knowing him. He wrote JAD-CHETAN novel in ChitraLekha and created a popular character named Tulsi.

    Comment by Manish V. Panchmatia — January 22, 2011 @ 11:46 am | Reply

  2. અમારે બંને જણે જમી જ લેવું જોઇએ એવો નિયમ પણ અમારી રોજનિશિનો એક ભાગ બની ગયો.
    ——
    એકદમ સરસ વાત. સ્મીતા પાકી જૈન બની ગઈ!

    Comment by Suresh Jani — October 22, 2014 @ 12:28 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: