Hiral's Blog

January 13, 2011

અમરેલી જિલ્લામાં પુસ્તકોની લ્હાણી

રીડગુજરાતી પર પ્રકાશિત થયેલાં એક લેખ શબરીનાં બોર પરથી ડૉ. પ્રફુલ્લ શાહ વિશે વધુ જાણકારી માટે ગુગલને પૂછ્યું તો તા. ૨૩/૦૪/૨૦૧૦ દિવ્યભાસ્કરમાં પ્રકાશિત એક લેખ વાંચીને મન પ્રફુલ્લિત થઇ ગયું અને એ લેખને મારા બ્લોગ (પબ્લિક ડાયરી) પર રાખવાની તીવ્ર ઇચ્છા રુપે અહિં આ લેખ મુક્યો છે.

અમરેલી જિલ્લામાં પુસ્તકોની લ્હાણી કરતા ડૉ.પ્રફુલ્લ શાહ

પ્રેમ, હુંફ, દવા અને પુસ્તકોની પરબ એટલે ડૉ. પ્રફુલ્લ શાહ અને ઈન્દિરાબેન, આ દંપતીએ ગયાં ચાર વર્ષમાં અમરેલી જિલ્લાની 754 પ્રાથમિક શાળાઓને પુસ્તકો ભેટ આપ્યા છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ડૉ. પ્રફુલ્લભાઈ શાહ પહેલા સમાજ સેવકનું સમ્માન ધરાવતા અને બાદમાં ડૉક્ટરનું વ્યવસાયીક માન ધરાવે છે. ડૉ. શાહ અને તેમના પત્ની ઈન્દિરાબેન ગયાં પાંત્રીસ વર્ષથી સાંવરકુંડલા જ નહી આખા અમરેલી જિલ્લામાં તબીબી સેવા આપી રહ્યા છે.

લીંમડીમાં જન્મેલા પ્રફુલ્લભાઈ ઈ.સ 1958માં વડોદરા યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસની પદવી મેળવ્યા બાદ સાંવરકુંડલામાં આવીને ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી. અત્યારે પણ ગામડાંમાં ડૉક્ટરોનો દુકાળ જોવા મળે છે તો પાંત્રીસ વર્ષ પહેલાંની સ્થિતિને પ્રફુલ્લભાઈએ જોઈ, અને જરૂરિયાતમંદ લોકોને નિ:શુલ્ક સારવાર આપવાનું શરૂ કર્યું. લોકો તરફથી અઢળક પ્રેમ અને આદર મેળવ્યા. એટલે તેમણે શહેરની વાટ ન પકડી. પ્રફુલ્લભાઈને તેમની પ્રેક્ટિસ દરમિયાન ઘણા ખાટા-મીઠા, સારા-ખોટા, કરૂણ અને હ્રદયસ્પર્શી અનુભવો થયા. આ અનુભવોમાંથી નીતરેલી દયાભાવનાએ તેમને એક સાર્થક સમાજસેવક બનાવ્યા.

ઈઠોતેર વર્ષીય પ્રફુલ્લભાઈનું સૌથી પહેલું સેવાકાર્ય સાવરકુંડલાના તથા આજુબાજુના ગામમાંથી આવતા દર્દીઓને નજીવા દરે અથવા મફત સારવાર આપવાનું છે. સાથે પ્રફુલ્લભાઈ ટી.બી, વિકલાંગતા, લકવો, અને મંદબુદ્ધિથી પીડાતા બાળકોને સારવાર આપવાનું કાર્ય પણ કરે છે. ઈન્દિરાબેન પ્રફુલ્લભાઈના કદમમાં કદમ મિલાવી તેમના કાર્યમાં મદદરૂપ થાય છે. ઈન્દિરાબેને તો ઘરમાં જ સીવણક્લાસ શરૂ કર્યા છે. તેઓ ગામની અશિક્ષીત મહિલાઓને વિનામૂલ્યે સીવણકામ શીખવે છે. તેમની પાસે અત્યાર સુધી 4000થી પણ વધારે મહિલાઓ સીવણકામ શીખી ચૂકી છે અને આ દરેક મહિલા અત્યારે ઘરે સંચો વસાવીને આજીવીકા કમાતી થઈ છે.

આ ઉદ્યમી દંપતી આ સેવાયજ્ઞ ‘સોનલ ફાઉન્ડેશન’ દ્વારા ચલાવે છે.’સોનલ ફાઉન્ડેશન’ થકી 900થી પણ વધુ મહીલાને સંચાઓ ભેટમાં અપાયા છે. ‘સોનલ ફાઉન્ડેશન’નું નામ પ્રફુલ્લભાઈની દિવંગત દીકરી સોનલના નામ પરથી રાખવામાં આવ્યું છે.

સોનલે પણ પિતાજીના નકશેકદમ પર સેવાની રાહ પકડી હતી. તેણે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી એમ.એસ.ડબ્લ્યુનો કોર્સ કરી એક સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાઈને ચોટીલા ખાતે કામ કરવાનું શરૂ કર્યું. પ્રફુલ્લભાઈ અને ઈન્દિરાબેને દીકરીને મળવા ચોટીલા જવાનું નક્કી કર્યું. પરંતુ તેઓ ચોટીલા પહોંચે એ પહેલા સોનલને કાળ ભરખી ગયો. સોનલનું એક રોડ અકસ્માતમાં મોત થયું. દીકરીના મોતના આઘાતમાંથી નીકળવા માટે આ દંપતીએ વધુને વધુ સેવાકાર્યમાં મન પરોવવાનું શરૂ કર્યું. જીવન આખું માત્ર સેવાકાર્યમાં જ પસાર કરવું એવો નિશ્ચય કરી આ દંપતીએ ‘સોનલ ફાઉન્ડેશન’ની શરૂઆત કરી.

‘સોનલ ફાઉન્ડેશન’ થકી તેમની પ્રવૃત્તિઓ વધતી ગઈ અને તેમની વ્યસ્તતા પણ વધતી ગઈ. પ્રફુલ્લભાઈ અને ઈન્દિરાબેન આખો દિવસ વિકલાંગો, ટી.બીના દર્દીઓ, મંદ બુદ્ધિના બાળકોની સારવાર અને સીવણકામ શીખવા આવતી બહેનો પાછળ કાઢતા અને સાંજે હિંચકે ઝુલતા ઝુલતા આખા દિવસમાં મળેલા આનંદને વાગોળતા. પ્રફુલ્લભાઈ અને ઈન્દિરાબહેનનાં ત્રણ ઓપરેશન થઈ ચૂક્યાં છે. પણ તેને કારણે આ સેવાયજ્ઞને ઊણપ કે રુકાવટ આવી નથી.

પ્રફુલ્લભાઈએ અત્યાર સુધી અમરેલી જિલ્લાની 754 પ્રાથમિક શાળાઓને પુસ્તકો ભેટ આપી ચૂક્યા છે. જે નાનોસૂનો આંકડૉ નથી જ. પ્રફુલ્લભાઈએ આ દરેક શાળામાં હાજર રહીને અને સ્પર્ધાઓ જેવીકે વકૃત્વ, ચિત્રકામ, રંગપૂર્તિ, નાટ્ય અને વાંચનસ્પર્ધાઓનું આયોજન કરાવ્યું હતું. ઈનામમાં પણ વિજેતા બાળકોને પુસ્તકો ભેટ અપાવ્યાં હતાં. પ્રફુલ્લભાઈના આ ઉત્તમ કાર્યને પરિણામે આ તમામ પ્રાથમિક શાળાઓ પુસ્તકાલયોમાં બાળકો વાંચતા થયા છે.

શાળાઓમાં પુસ્તકો ભેટ આપતી વખતે પ્રફુલ્લભાઈ એવો આગ્રહ ચોક્કસ રાખે છે કે બાળકો પુસ્તકો વાંચીને તેમનો અભિપ્રાય પત્ર લખીને જણાવે. માનવામાં નહી આવે પરંતુ પ્રફુલ્લભાઈને વિદ્યાર્થીઓએ લખેલા આવા 18,000 હજારથી પણ વધારે પત્રો મળ્યા છે, અને એનાથી પણ મજાની વાત એ છે કે પ્રફુલ્લભાઈ અને ઈન્દિરાબેને આ તમામ પત્રોને વળતો જવાબ આપ્યો છે.

પ્રફુલ્લભાઈને મળેલ પત્રોમાં પણ વિદ્યાર્થીઓએ રંગો અને ચિત્રકામ દ્વારા તેમની કલાકારી બતાવી છે. રંગબેરંગી ચિત્રો અને હ્રદસ્પર્શી લખાણોવાળા આ પત્રોને પ્રફુલ્લભાઈ લવ લેટર્સ તથા પોતાની મૂડી ગણાવે છે. હાલના સમયમાં પણ પ્રફુલ્લભાઈના ઘરે દરરોજ ત્રીસથી સો પત્રો આવે છે.

ડૉ.પ્રફુલ્લભાઈનું માનવું છે કે બાળક મૂળાક્ષરો શીખે ત્યારથી જ તેને ઈતર વાંચનની ટેવ પડે તો તેમના જીવનને નવું જોમ, નવી ઉર્જા અને ચોક્કસ દિશા સુધી પહોંચવાની પ્રેરણા મળતી રહે છે.

પ્રફુલ્લભાઈને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વાંચન પ્રવૃત્તિ શરૂ કરવાની પ્રેરણા તેમના મોટાં બહેન સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ વિનોદિની બહેન પાસેથી મળી. તેમણે બાળકો માટે તેમના ઘરે જ લાઈબ્રેરીનું શરૂ કરી. તેમને બાળકો અને બહેનો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળતા તેમણે સુરેન્દ્રનગરમાં ઘણી જગ્યાએ તેમણે તેમના પિતા શાંતિલાલ ગિરધરલાલ શાહના નામે પુસ્તકાલયો શરૂ કર્યા. તેમની લાઈબ્રેરીનું આહલાદક વાતાવરણ નિહાળીને પ્રફુલ્લભાઈ અને તેમના પત્ની ઈન્દિરાબેનને પણ થયું કે આપણે પણ સાવરકુંડલામાં બાળકો માટે વાંચન પ્રવૃત્તિ શરૂ કરીએ.

બસ આટલા નિર્ણયની સાથે તેમણે 13મી એપ્રિલ 1997માં સત્યમુનિના હસ્તે બાળપુસ્તકાલયની શરૂઆત કરી દીધી. આ ઉદઘાટન વખતે 1000 પુસ્તકો ખુલ્લાં મુકવામાં આવ્યા હતાં. પ્રથમ દિવસે જ 125 બાળકો ઉત્સાહભેર પુસ્તક લેવા આવ્યા. આ જોઈને પ્રફુલ્લભાઈને પ્રવૃત્તિમાં વધુ રસ પડ્યો. બાળકોના અને શિક્ષકોના સાથસહકારથી તેમને આ કાર્યમાં સફળતા મળતી રહી અને પ્રફુલ્લભાઈ આ વાંચનગંગાની ધારાને દૂરસુદૂરના ગામડાઓ સુધી લઈ ગયા. અત્યારે પણ પ્રફુલ્લભાઈ અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પુસ્તકોની લ્હાણી કરતા ફરે છે.

‘’  પ્રફુલ્લભાઈ અને તેમના પત્ની શાળાની દરેક દીકરીઓને તેમની પોતાની દીકરીની જેમ વહાલ કરે છે. તેઓ અમને મદદ કરવા માટે હંમેશા તત્પર રહે. જ્યારે પણ પુસ્તકની જરૂર પડે ત્યારે બેધડક માંગી લેવા કહે. અમે પણ તેમને મમ્મી-પપ્પાની જેમ આદર આપીએ છીએ. ’’ 
વિજ્ઞાન શિક્ષિકા, કન્યા શાળા, સાવરકુંડલા

Advertisements

6 Comments »

 1. હીરલ, ખુબ જ ઉત્તમ લેખને રજુ કર્યો છે. તને કદાચ ખ્યાલ નહિ હોય કે હું સાવરકુંડલાનો વતની છુ. મારું બાળપણ ત્યાં જ વિત્યું છે અને મારા માતાપીતા અને કુટુંબ ત્યા જ રહે છે. પ્રફુલ્લભાઈને મારા ઘરના વડીલો પણ બહુ સારી રીતે ઓળખે. હજુ આ દિવાળીમાં જ હું તેમને તેમના ઘરે મળવા ગયો હતો – સુર્યકુકર વિશે માહિતી આપવા અને ગ્રામીણ સમાજમાં તેને પ્રચલિત બનાવવા માટેના સુચનો લેવા. તેમને અમને ખુબ રસથી સંભાળ્યા અને કહ્યું કે તેમણે કુંડલા નજીકના બે ગામોને દત્તક લીધા છે અને તેઓ તેમાં સુર્યકુકરનો પ્રયોગ કરશે. તેમની સાથેની મુલાકાત ખુબ જ પ્રેરણાદાયી રહી. ૧૯૯૭ માં તેમણે જે લાઈબ્રેરી શરુ કરી હતી તેમાં મારી કઝીન બહેન પણ જતી હતી અને તેણે સહુથી બધું પુસ્તકો વાંચીને ઇનામ પણ જીત્યું હતું. સોનલ ફાઉન્ડેશન તો ઉત્તમ કામ કરે જ છે સાથે સાથે તેમની સ્કેચ પરિવાર ટ્રસ્ટ કે જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરે છે તેનો પણ હું સભ્ય રહી ચુક્યો છુ. આવા તો કેટલાયે સંસ્મરણો છે…

  Comment by ઉદય ત્રિવેદી — January 14, 2011 @ 10:53 am | Reply

  • વાહ, સરસ વાતો જાણવા મળી.
   તારાં સંસ્મરણો વધુને વધુ તાજા થતાં જાય અને અમને જાણવા મળતાં જાય એ જ અભ્યર્થના. સુર્યકૂકરનો પ્રયોગ જરુરથી સફળ થશે.
   Best wishes.

   Comment by hiral — January 14, 2011 @ 1:42 pm | Reply

 2. સેવાભાવી ડોક્ટર સાહેબ વિષે જાણીને ઘણો જ આનંદ થયો.

  Comment by pravinshah47 — January 14, 2011 @ 9:49 pm | Reply

 3. Really inspiring…. Thanks for sharing.

  Comment by Paru Krishnakant — January 17, 2011 @ 4:15 pm | Reply

 4. Hirals
  very nice to read about such persons like Prafulbhai and Indiraben.If we want to something about people we need not ask anyone.This is an example of this.I like and respect such person who put good thoughts in action, see how many lives will benifit,rather_________________. Kindly put more of such articles, i would love it and may be one day i may follow their steps. May god bless my soul.

  Comment by pradipkumar raol — January 18, 2011 @ 5:23 am | Reply

  • Yes, Pradipbhai,
   I do respect such real hero in their own way in real life. You will also become one of them for sure. Your reading taste, deep respect about human relations, deep respect about our nation and traditions will lead you to contribute for our society.
   GOD Bless you for such a beautiful thought. Best wishes 🙂 Hiral

   Comment by hirals — January 18, 2011 @ 9:17 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: