Hiral's Blog

January 5, 2011

લાગણીઓનો ડાયનેમો => ‘દુનિયામેં હર ચીઝ સર્કલ હૈ’

Filed under: Experience to share,own creation,Spiritual,Thought — hirals @ 11:41 am

લગ્ન માટે ‘હા’ જ પાડવાની હોય પણ છતાં વિવેક ખાતર, બે માણસો ઉપરછલ્લું મળે એમ, સ્મીતા સાથે મારી પહેલી મુલાકાત માત્ર પાંચ મિનિટની જ હતી. અમે બંને જાણે ફોન પરની વાતચીત ઉપરથી જ એકબીજાને અનુકૂળ છીએ એવી આત્મશ્રધ્ધાથી મળેલા. મારે તો એનાં પ્રાથમિક પરિચય બાબતે ખાસ કશું વિચારવાનું હતું જ નહિં. એક છત નીચે બે બહેનોની જેમ રહી શકીએ એવી વ્યક્તિની શોધ માટે મેં ઘરનાં કેટલાંક નીતિ-નિયમો બનાવેલા અને એ બધા માટે એણે ‘હા’ કહી એટલે મેં પણ જાણે ફોન પરની વાતચીતમાં જ એની સાથે રહેવાનું નક્કી કરી લીધું. સારી રુમ-મેટની ગરજ તો મારે પણ હતી જ. જો કે જીવનમાં પહેલી વાર આમ કોઇ સાવ અજાણી વ્યક્તિ સાથે એક છત નીચે રહેવાનું બનવાનું હોવાથી મનનાં કોઇ એકાદ ખૂણે થોડી ઘણી શંકા મારા મનમાં રહેતી. સાધારણ સંજોગોમાં હું મારા વચનની એકદમ પાક્કી. એટલે હું દરેકને એ દ્રષ્ટિએ જ જોતી. એટલે મને કોઇની પાસેથી ટોકન લીધા પછી જ એની ‘હા’ સમજવી એવું જરુરી નહોતું લાગતું. જે માણસ પોતાના શબ્દોની કિંમત નથી સમજતો એને લાંબાગાળાના સંબંધો ટકાવી રાખવામાં મુશ્કેલી પડવાની જ છે. અને જે આવું કરે છે એને પાછળથી પસ્તાવું જ પડતું હોય છે એવાં મેં ઘણાં આસપાસનાં લોકોના પરિચયથી અનુભવ્યું હતું. અને આને હું ‘લાગણીઓનો ડાયનેમો’ કહેતી.

ડાયનેમોનો સિધ્ધાંત ધો. ૮માં ભણેલાં. અને પછીથી ઇજનેરી અભ્યાસ ક્રમમાં એનાં વિશે વધારે સમજવાનું બનેલું. ડાયનેમો ‘ફેરાડે લો’ પ્રમાણે કામ કરે છે. ટુંકમાં કહું તો મિકેનીકલ રોટેશનનું ઇલેક્ટ્રીક કરંટમાં રુપાંતરિત કરે છે. આ જ સિધ્ધાંત કુદરતનાં લેખાંજોખા સમજવામાં ખૂબ ઉપયોગી મને તો લાગે છે. જેમ કે જેટલું તમારી લાગણીઓનું વિચારવલોણું (મિકેનીકલ રોટેશન) યોગ્ય દિશામાં તમે કરશો એ જ પ્રચલનમાં વીજળીનાં ઝટકા (ઇલેકટ્રીક કરંટ) જેવી ચમત્કારિક પરિસ્થિતિઓ અથવા તો આત્મબળ તમને મળશે.

સ્મીતા સાથે શુક્રવારે સાંજે ફોન પર વાત થઇ કે એ શનિવારે સાંજે ઘર જોવા આવશે. અને ફોન પર માત્ર બે છોકરીઓ રહેશું એવી જ વાત થયેલી. પણ શનિવારે સવારે એક બીજી છોકરી જે હજુ ભણતી હતી એ ઘર જોવા આવી અને મને ‘હા’ પાડીને ગયેલી. આમ તો મને એક રુમ-મેટ જ પૂરતી હતી. પણ સ્મીતા મળવા આવી ત્યારે મેં એને સૌ પ્રથમ સવારે જ એક છોકરી ‘હા’ પાડીને ગઇ છે એવું જણાવ્યું. તો સ્મીતા કહે, ‘ભલે, તો આપણે ત્રણ જણ સાથે રહેશું’ મને એનો આવો સરસ મળતાવડો સ્વાભાવ ગમી ગયો. સવારે પણ મેં પેલી છોકરીને સ્મીતાનું લગભગ નક્કી જ છે એમ જણાવેલું. એટલે બીજા દિવસથી હવે મેં રુમ-મેટ શોધવાનું બંધ કરી દીધું. હજુ સુધી મેં બંનેમાંથી કોઇની પણ પાસેથી ‘ટોકન મની’ લીધા નહોતા. મને આ બાબતે નવા શહેરમાં થોડો ખચકાટ પણ હતો. પણ અંદરથી આ ડાયનેમોનો સિધ્ધાંત જેવો કોઇ અવાજ કહી રહ્યો હતો કે માનવીય સંબંધોમાં હંમેશા ‘પૈસાના નામે અવિશ્વાસ રાખવો ક્યાંનો ન્યાય?’ એટલે મેં કુદરતના ન્યાયમાં વિશ્વાસ રાખ્યો. પેલી છોકરી તો સોમવારથી આવશે એમ કહીને ગયેલી પણ પછી દેખાઇ જ નહિં અને સોમવાર પછી મેં એને ફોન કર્યો તો મારો ફોન ઉપાડે પણ નહિં. મને થયું ‘હાશ, આવા લોકો દૂર રહે એ જ સારું’. પણ મેં સ્મીતાને ફોન કર્યો અને જાણ કરી તો મને કહે ‘કોઇ ગલ નહિં, જીસકો અપને વર્ડસ કી વેલ્યુ નહિં વો હમસે સો ગાઉ દૂર રહે વોહી બેટર હૈ, તુ ફિકર મત કર, મૈં આજ હી મેરા સામાન રખ જાઉંગી ઓર તુજે ચહિયે તો ‘ટોકન મની’ ભી દે દુંગી. મેં કીધું ‘ના, ના, પૈસાની એવી કોઇ ઉતાવળ નથી, પણ તું આવું નંઇ કરતી છેલ્લા દિવસ કે મારો ફોન જ ના ઉપાડે’. એ મારી ચિંતા સમજી ગઇ અને એણે મને હૈયાધારણ આપી કે આવતી કાલે તો એ દસ દિવસની રજા ઉપર દિલ્હી લગ્નપ્રસંગે જઇ રહી છે અને પંદર દિવસ પછી પહેલી તારીખે એ મારી સાથે રહેવા આવશે. ‘મને થયું કે ક્યાં એને સામાન માટે આજે દોડા-દોડ કરાવું? આટલી વખત હજુ વિશ્વાસ રાખી જોઉં. મને છેતરશે તો કુદરત એને ય છેતરશે. અને જો એનાં શબ્દોની પાક્કી રહેશે તો જીવનભરની દોસ્તી રહેશે. એનાં શબ્દો પર મેં વિશ્વાસ રાખ્યો અને કીધું કે ‘વાંધો નંઇ , ભલે પંદર દિવસ પછી જ સીધી રહેવા આવે પણ મારો વિશ્વાસધાત ના કરતી. જો બીજે ઘર જોતી હોય તો ભલે, પણ મને પહેલેથી જાણ કરી દેજે. ‘માણસાઇના નાતે’. તો મને કહે ‘ તું યે પંજાબન પે ભરોસા રખ લડકી, નહિં તો મેં આજ હી આકર તુજે ‘ટોકન મની’ દે જાતી હું’. મેં ફરીથી કીધું, ‘વાત માત્ર પૈસાની નથી, માણસાઇની છે’ અને ઉમેર્યું કે ‘મને તારા ઉપર વિશ્વાસ છે.’ મજાથી લગ્ન ઇંજોય કરજે અને પછી મળીએ.’ મને કહે ‘થેન્ક્યુ સો મચ, ધેટ યુ ટ્રસ્ટ મી.. પક્કા દો બહેનો કે જૈસે રહેંગે. મૈં ભી બૅંગલોર મેં નઇ હું યાર,’ અને પછી થોડી ઘણી બે-ચાર વાત કરીને મેં ફોન મૂકી દીધો.’

શ્રધ્ધા(મારી અમદાવાદી ફ્રેંન્ડ) આમ તો પહેલી તારીખ સુધી મારી સાથે હતી પણ એને જલ્દી મુંબઇ જવાનું બન્યું. હવે મારે શું કરવું? ‘ઇશ્વર ઇચ્છા બલિયસી’. હવે સ્મીતા પર અવિશ્વાસ રાખીને મને કુદરતી નિયમોમાં અવિશ્વાસ રાખવો નહોતો. એટલે મેં મનોમન નક્કી કર્યું કે જો સ્મીતા મને છેતરશે તો પછી ‘પી.જી’ માં શીફ્ટ થઇ જઇશ. એટલે મેં રુમ-મેટ શોધવા વિશે હવે વધારે કાંઇ વિચાર્યું નંઇ. જો કે સ્મીતાએ બીજા દિવસે દિલ્હીથી મને ફોન કર્યો અને મેં શ્રધ્ધા કાલે જ મુંબઇ જઇ રહી છે એવું કીધું એટલે એણે એ જ સાંજે એનાં એક ફ્રેંન્ડ મારફત ‘મારા ઘરે એનો સામાન રખાવી દીધો’. જેથી મને એનાં શબ્દો ઉપર ભરોસો રહે. મને એની ‘સામેના માણસની મનોસ્થિતિ સમજવાની શક્તિ’ ઉપર ભારે માન થયું. હું પણ એની જગ્યાએ હોઉં તો આવું જ કરું અને ફરીથી એક વાર મને આ ‘વિશ્વાસ નામની લાગણી’ નાં ડાયનેમાનો પરિચય થયો. અને મને ખાતરી થવા લાગી કે હવે મારે આ નવા શહેરમાં બહુ ચિંતા કરવા જેવું નથી. સ્મીતા જેવી એક સારી વ્યક્તિ જ મને પૂરતી હતી.

જો કે હજુ મકાનની ડીપોઝીટ બાકી હતી. અમે જે મકાનની દલાલીની રકમ આપી હતી એ વિશે પણ સ્મીતા પાસેથી કેટલી રકમ લેવી? એ વિશે વિચારવાનું પણ બાકી હતું. આમ તો મારે શ્રધ્ધાને એ જ દિવસે એની ડીપોઝીટના રુપિયા આપી દેવા જોઇએ, એવું મેં એને કીધું, ‘ તો મને કહે, તું પાગલ છે કે હિરલ?, તને સ્મીતા જ્યારે રુપિયા આપે ત્યારે આપજે. હું સમય કરતાં વહેલી જઇ રહી છું એટલે હું વહેલા રુપિયા તો લઇ પણ ના શકું’ અને સ્મીતા પાસેથી કોઇ મકાનની દલાલીની રકમ પણ ના લેતી. હું ઘર વહેલું છોડી રહી છું(માત્ર બે જ મહિનામાં) સંજોગોવસાત તો એ મારા સંજોગો છે. એનાં માટે તારે કે સ્મીતાએ મકાનની દલાલીની રકમ ના આપવાની હોય.’ મને સાચે જ સારું લાગ્યું કે ચાલો શ્રધ્ધા પણ ‘પૈસા માટે સંબંધ બગાડે એવી નથી જ’. અને મેં એને ખાતરી આપી કે આવતા મહિને જ એને હું બધા રુપિયા એનાં અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઇશ.

માતા-પિતાની દેખરેખ વગર, એકલાં એકલાં જ હવે અમે લોકો આવાં મોટાં નિર્ણયો લઇ રહ્યાં હતાં. એટલે શરુઆતમાં ‘શુ સાચું ને શું ખોટું? એવો ખચકાટ પણ રહેતો. પણ મારાં મમ્મીએ નાનપણથી જ પૈસા કરતાં સંબંધો વધારે વ્હાલા કરેલાં. ઘણી ઠોકરો ખાધી હતી એમણે આ કળિયુગમાં. પણ મેં જાતે અનુભવેલું કે મમ્મીની આત્મશ્રધ્ધા, એની નૈતિક હિંમત આ એક ગુણને લીધે ક્યાંય ઉંચે આભને આંબતી હતી. અને એક નાનકડી જિંદગીમાં ‘ફરજ અને માનવીય મુલ્યોથી’ વધારે બીજું કશું જ નથી એવું હું અનુભવે શીખેલી. (તમે ધાર્મિક હો કે ના હો. પણ જો તમે ફરજપરસ્ત અને માનવીય નૈતિક મુલ્યોની કિંમત સમજતા હશો તો જ તમે ભગવાન શિવ કે ભગવાન મહાવીરની નજીક છો,બાકી નરક જેવું આ જ દુનિયામાં તમને મળશે.)

પંદર દિવસ પછી સ્મીતા એનાં વાયદા પ્રમાણે રહેવા આવી ગઇ. પહેલા બે દિવસ તો મેં એની પાસે ડીપોઝીટનાં પૈસા માંગ્યા નંઇ, પણ મને શ્રધ્ધાને પૈસા પહોંચતા કરવાની ઉતાવળ હતી એટલે વિચારતી કે સ્મીતા જ સામેથી આજ-કાલમાં પૈસા આપી દે તો સારું. ત્રીજા દિવસે હજુ, વાત કરવી કે ના કરવી એની અવઢવમાં હું હતી, ત્યાં સામેથી જ સ્મીતાએ ખચકાટ સાથે કીધું કે’ મને પૈસાની ઉતાવળ ના હોય તો હું આવતા મહિને પૈસા આપું તો? સાથે સાથે એણે મકાનની દલાલીની રકમ કેટલી આપવાની થશે? એમ પણ પૂછ્યું. મને પૈસાની ઉતાવળ ખાલી એટલે જ હતી કે હું શ્રધ્ધાને વાયદા પ્રમાણે એનાં પૈસા ચૂકવી શકું. એટલે મેં સ્મીતાને કારણ પૂછ્યું અને કીધું પણ ખરું કે પૈસા શ્રધ્ધાને આપવાનાં છે. એટલે જાણે હવે એ મારી મુંઝવણ સમજી અને મને પૈસા એક જરુરિયાતમંદ ફ્રેંન્ડને આપવા જરુરી હતાં એમ જણાવ્યું. મને એની વાતમાં કેટલો વિશ્વાસ મુકવો એ સમજાઇ નહોતું રહ્યું, પણ સામેથી જ એણે કીધું, ‘ઠીક છે એ આ વખતે મદદ નંઇ કરે કહીને એણે વાત પતાવવા કોશિષ કરી કે હંમણાં જ ચેક લખી આપું છું.’ મને સાચે જ એની વાતમાં વિશ્વાસ રાખીને ફરીથી એક વાર ‘પૈસા કરતાં માણસાઇ વધારે’ એ વાત ઉપર નિર્ણય કરવાનું નક્કી કર્યું અને મેં શ્રધ્ધાને ફોન કરીને વિગત જણાવી અને સ્મિતા મકાનની દલાલીની રકમ પણ આપશે એમ પણ જણાવ્યું. તો શ્રધ્ધાએ પણ મારી વાતમાં વળતો વિશ્વાસ રાખીને ‘આવતા મહિને પૈસા આવશે તો ચાલશે’ કીધું. પણ મકાનની દલાલીની રકમ લેવી કે નંઇ? એ વિશે મને પૂછ્યું, અને નક્કી કર્યું કે ‘પૈસા કરતાં માણસાઇ વધારે’ . આપણે સ્મીતા પાસેથી મકાનની દલાલીની રકમ ના લેવી જોઇએ. જો કે શ્રધ્ધાને પંદર – વીસ દિવસમાં જ પૈસાની જરુર પડી, મુંબઇમાં ભાડે ઘરની ડીપોઝીટ માટે ત્યારે મેં સ્મીતાના રુપિયા આવતાં પહેલાં જ શ્રધ્ધાને બધા રુપિયા ચુકવી દીધાં.

સ્મીતાએ એ રાતે આભારવશ થઇને મને ‘દુનિયામેં હર ચીઝ સર્કલ હોતી હૈ’ નું જ્ઞાન આપ્યું. અને મેં ફરીથી એ જ્ઞાનને આ લાગણીઓનાં ડાયનેમાંમાં મુકી જોયું. અને મને આઉટપૂટમાં બંને બહેનપણીઓની જીવનભરની મૈત્રી મળી એ પણ જોયું. સ્મીતાએ પણ મારો વિશ્વાસ બનાવી રાખવા, બીજા કોઇ પાસેથી રુપિયા લઇને મને પહેલી તારીખ પહેલાં જ આપી દીધાં. પછીના બે વરસ અમે ઘણાં નાનાં નાનાં અનુભવોમાં આ માનવીય/નૈતિક મુલ્યોને ‘પ્રબળ આત્મશ્રધ્ધા’માં પરિવર્તિત થતી જોઇ. સ્મીતા ઘણીવાર ‘દુનિયામેં હર ચીઝ સર્કલ હોતી હૈ’ એવું ઘણાં પ્રસંગોએ અવલોકન કરતી અને મને એનાં અવલોકનોમાં મજા પણ બહુ પડતી.  સાચે જ કુદરતનો ડાયનેમો બહુ પાવરફુલ છે. ગુફામાં બેસીને કરેલી ધિક્કારની લાગણી આપણને જ ધિક્કાર બનીને જ મળશે. અને નિઃસ્વાર્થ પ્રેમની લાગણીનો જવાબ આપણને નિઃસ્વાર્થ પ્રેમથી જ મળશે.

Advertisements

3 Comments »

 1. સાચે જ કુંદરતી ડાયનેમો બહુ પાવરફૂલ હોય છે.મેં ઘના ઉદાહરણ જોયાં છે

  પ્રવીણ શાહ

  Comment by pravinshah47 — January 5, 2011 @ 11:49 pm | Reply

  • I am honored that you liked my articles. I am just trying to spread some deep thinking moral exp. of my life. Initially, I thought, it may be boring for someone, but surprisingly I am getting good response day by day. Initially, I started writing in English (with live-in relationship article), later it’s translation in Gujarati has been published on ReadGujarati (http://www.readgujarati.com/2010/05/06/sambandho-sahajiven/)
   Actually I realized many near and dear in our society have misconception / wrong feelings/belief about working girl (outside home-town). So, such exp can be guideline for someone. (Including sometime parents have fear about girl’s marriage; where in my experiences can really be helpful to some young girl or her parents to have faith in herself.

   You can give criticize comment too, to make the message more clear/better or interesting to read.

   Comment by hiral — January 6, 2011 @ 6:27 pm | Reply

 2. I heard this in a lecture.
  “In this world we rarely come across intelligent people like Albert Einstein, in our day to day life. Same way, rarely came across a big criminals too. A normal man is good only.(EK ADANO MAANAS BAHU MAZAANO HOY CHHE).” When I left my native for further study, I too had unknown fear of bad company, bad people. My senior friend convinced me. He asked me “Are you planning to create nuisances for others? The other students also are like you. They all are good, from good families. Probably feeling same like you.”

  Comment by Manish V. Panchmatia — January 22, 2011 @ 12:11 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: