Hiral's Blog

December 21, 2010

‘सर्व मंगल्य मांगल्यम । सर्व कल्याण कारणं ।’

એક શનિવારની સાંજે એમ જ હું અને સ્મીતા બાલ્કનીમાં ઉભા ઉભા હાથમાં ચા નો કપ લઇને નીચે રમી રહેલાં છોકરાંઓને મજા કરતાં જોઇને અમે પણ મજા કરી રહ્યાં હતાં.

આમ તો એ મકાન આલિશાન ટેનામેન્ટ હશે. અમારા મકાન માલિક ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતાં હતાં. બીજે માળે એમણે ૪ ઘર બાંધેલા. અને ત્રીજે માળે પણ ૪ ઘર બાંધેલા અને ધાબા ઉપર એક મોટું ઘર બનાવેલું. એટલે કુલ મળીને અમે ૯ ભાડુઆત આ એક જ મકાનમાં રહેતા હતાં. આમ તો આ ગણતરી પહેલાં પણ કરી જ હતી. પણ અચાનક જ મકાનમાલિકણના ઠાઠ-માઠ ઉપર નજર ગઇ એટલે ફરીથી આ ગણતરી ધ્યાનમાં આવી. પાછું બધા ભાડુઆતનું ભાડું પણ સાડા સાત હજારથી આઠ હજાર હતું. એટલે સમજી શકાય એવી વાત છે કે આ મકાનમાલિકણનો ઠાઠ-માઠ કેવો હશે? એનું વર્ણન કરું તો ઘરમાં પણ ભારે સીલ્કની સાડીઓ પહેરે. હંમેશા મોટા ત્રણ સોનાના દોરા તો પહેરે જ. અને બહાર જાય તો કાનમાં સોનાના લટકણિયા જુદા જુદા હોય. આપણને ઘણીવાર એકતા કપૂરની કે-સિરિયલ જોઇને એમ થાય કે આવી રીતે બની ઠનીને તો કોઇ ઘરમાં રહેતું હશે? પણ અમારા મકાનમાલિક અને એમની પત્ની બંનેએ અમને અમારા આ પ્રશ્નનો જવાબ આપી દીધો હતો.

‘એમની મહિનાની માત્ર ભાડાની આવક જ કેટલી બધી છે? નંઇ સ્મીતા? શું કમાય છે લોકો?’ બસ, સહેજ મારા મોઢામાંથી સરી પડ્યું. મેં કોઇ ઇર્ષા ભાવ તો વિચાર્યો જ નહોતો પણ મારા વાક્યમાંથી ઇર્ષાની લાગણી જ દેખાય.

હું એ વખતે મનમાં મજદૂરી કરતા કે ગરીબ લોકો કે જે રોજનું કમાઇને રોજનું ખાય છે એમની સાથે અમારા મકાનમાલિક જેવા અમીર લોકોની સરખામણીના વિચારોમાં જ આવું બોલી કે ‘શું કમાય છે અહિં લોકો?’

પણ સ્મીતાએ મને તરત ટોકી, ‘તો? તેરે પેટ મેં ક્યું દર્દ હો રહા હૈ? અગર યે લોગ કમા રહે હૈ તો?’ મેં કીધું, ‘અરે મારા પેટમાં કંઇ નથી દુખતું પણ…..’ હજુ હું વાક્ય પૂરું કરું એ પહેલાં જ, ‘સોચના હૈ તો એસા સોચ કિ દુનિયામેં સબ લોગ ઇનકે જિતના કમાએ. સબ ધનિક હો, સબકા ખુશહાલ ભાગ્ય હો’ આમ તો એણે મારી વાત સમજ્યા વગર જ કાપેલી. પણ મને એની વાત ગમી ગઇ અને તરત જ મેં જે પણ ગરીબ, મજૂર વર્ગની મુશ્કેલી વિચારી હતી. એમનાં માટે આવી જ પ્રાર્થના કરી કે ભગવાન બધાનું ભાગ્ય ખુશહાલ બને. બધાં ખુબ સુખી થાય’.

અચાનક મારાં મનમાં એક સંસ્કૃત શ્લોકનાં આ વાક્ય રમી રહ્યાં.

‘सर्व मंगल्य मांगल्यम । सर्व कल्याण कारणं ।’

આ શ્લોક ઘણીવાર દહેરાસરમાં બોલ્યો હશે. પણ હાલતાં-ચાલતાં કે સામાન્ય પ્રસંગે જ્યારે આપણને કોઇની ઇર્ષા થાય ત્યારે આ જ વાત વિચારવાની શાસ્ત્રોમાં પણ કહી છે જે સ્મીતાએ મને પ્રેક્ટીકલી અત્યારનાં પ્રસંગે કહી.

પણ હું વિચારમાં પડી ગઇ કે જૈન શાસ્ત્રોમાં જે મનનાં કષાયો અને વચનનાં કષાયોનું સૂક્ષ્મ અવલોકન છે (અથવા તો બધાં ધર્મોમાં આવી જ વાત છે) એ કદાચ આવી જ રીતે રોજિંદા જીવન વ્યવહારમાં મનને કેળવવાની વાત છે. પણ આપણે, આવું બધું ભગવાનની સામે માત્ર બે-ત્રણ મિનિટ પુરતું જ વિચારીએ છીએ અને એ પણ ક્યારેક જ. કેમ આપણને રોજિંદા સામાન્ય પ્રસંગોમાં સાચી અને સારી વાતો યાદ નથી આવતી? અથવા તો આપણને મનોભાવો ક્યાં અને કેવી રીતે કરવાં એની યોગ્ય તાલીમ નથી મળતી?

Advertisements

1 Comment »

  1. The enlightened people are free from worldly desires. They only wish let all the people become happy. In Sanskrit LOKA SAMSTA SUKHINO BHAVANTU. In Gujarati BHAGWAN SAU NU BHALU KARO.

    Let we all, also pray for it.

    Manish

    Comment by Manish — December 21, 2010 @ 12:06 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: