Hiral's Blog

December 14, 2010

લગ્નજીવન -પ્રેમની પરીક્ષા.

હંમેશા સ્મીતા મારા કરતાં ઓફીસેથી જલ્દી ઘેર આવતી. (જલ્દી જતી પણ ખરી ઃ)). ઘેર આવીને એ દાળ કે શાકનું કુકર મુકતી એટલામાં હું આવતી અને પછી હું રોટલી બનાવતી. આ અમારો લગભગ નિત્યક્રમ હતો. જેને હજુ વધારે કામ હોય તે આ નિત્યક્રમમાંથી પરવારીને ‘વર્ક ફ્રોમ હોમ’ કરે. કોઇ કોઇ વાર કોઇને વહેલું – મોડું થાય તો બીજી વ્યક્તિ સમજીને રસોઇ તૈયાર કરીને રાહ જોતી બેસી રહે. આ નિત્યક્રમ ક્યારે અને કેવી રીતે ગોઠવાયો એની અમને બંનેને ખબર નથી. બીજી રુમમેટ પ્રીતી. પણ એ તો લગભગ સાંજે સલાડ કે ફળાહાર જ કરે. અને ચોથી રુમમેટ દર થોડા મહિને બદલાય. કોઇ અમારી સાથે હળી મળી જાય તો કોઇ કામના ભાગ પણ પાડે. પણ એનાંથી મને કે સ્મીતાને ખાસ કંઇ ફરક ના પડે. હું એનાથી ટેવાઇ ગયેલી ને એ મારાથી.. ઝગડવું હોય તો પણ રુમ બંધ કરીને પતિ-પત્નીની જેમ જ એક-બીજાં સાથે વાકયુદ્ધ કરીને પછી સાથે જમવા બેસીએ.

પણ આજે જરા ઉલટું થયું. સ્મીતાને હોસ્પિટલ જવાનું હતું એટલે એ કદાચ બહાર જમીને આવશે એવું એણે કીધેલું. એટલે હું પણ ઓફીસથી જમીને જ આવી અને સગાઇ થઇ ગયેલી એટલે હું તો ફોન પર જ રહેતી મોટે ભાગે. સામાન્યરીતે મને આ સમયે ક્યારેય શાંતિથી મિલન સાથે ફોન પર વાત કરવા ના મળે. સ્મીતા ચિલ્લમચિલ્લી કરી મુકે……’હાં…હાં…..મુઝે પુરા દિન બોયફ્રેન્ડ્સ કે સાથ ફોન પે ચિપકકે રહને વાલી લડકીયાં બિલકુલ પસંદ નહિં. સુના….પ્રીતી……યે તો અબ ખુદકી બારી હૈ તો ‘હમ તો બડે શરીફ હૈ’…..મેં સ્મીતાને પહેલી મુલાકાતમાં જ પૂછ્યું હતું. કોઇ બોયફ્રેન્ડ? અને પછી આ ડાયલોગ મારેલો. એટલે હવે સ્મીતાને મારો આ ડાયલોગ લગભગ હવે તો યાદ અપાવવાની ટેવ પડી ગયેલી. મિલનને પણ આ ડાયલોગ આંતરે દિવસે સાંભળવા મળતો. અને સમજીને એને ફોન મુકી પણ દેવો પડતો ક્યારેક.

હું ફોન પર હતી અને શાંતિથી આજે વાત કરી શકું છું એવી વાત કરી એની સાથે જ સ્મીતાએ ડોર બેલ વગાડવી શરુ કરી. ‘હે ભગવાન……’……મેં બારણું ખોલ્યું અને મને ફોન પર જોઇને જ એણે શરુ કરી દીધું ….’હે ભગવાન, બનિયાની કો અક્કલ દે….જબ દેખો બસ ફોન પે….’ અને થોડીવાર એ મારા ફોન મુકવાની રાહ જોઇને મને ટીકી ટીકીને બેસી રહી. હું એને આંખોના ઇશારાથી આજીજી કરી રહી હતી. પણ ના….સ્મીતાએ પણ નાનાં છોકરા જેવી જિદ્દ પકડી, ફોન મુક બનિયાની, બાત કરની હૈ તુઝસે. પેટ મેં દર્દ શુરુ હો જાયેગા. તુજે બતાયે બિના યે બાત હજમ નહિં હો રહી…..હું દુવિધામાં. મિલનને ક્યારેક અધવચ્ચે હું ફોન મુકી દઉં એ ગમતું નંઇ. પણ હવે સ્મીતા રીતસરની ચિડાઇ. અબ મૈં કોઇ વેલ્યુ નહીં રખતી તેરે પતિ કે સામને….જા મૈં તુજસે બાત નહિં કરતી. હું શું કરું? સમજાતું નહોતું એટલામાં સ્મીતાએ જ ફોન હાથમાં લઇ લીધો. કમિને જીજુ, ફોન રખ. મેરે કો યે આસ્થા ચેનલ (મારું નવું નામ એણે અને પ્રીતીએ આસ્થા ચેનલ પાડેલું) કો આજ થોડા પ્રેમ કા પાઠ પઢાના હૈ. તેરે ફાયદે કે લિયે હૈ. એટલે મિલને કીધું ભલે, વો પાઠ મૈં ભી સુનુંગા. તું ફોન સ્પીકર પે રખ કર બાત કર અને સ્મીતા તો ફોમમાં આવી ગઇ.

એટલામાં પ્રીતી પણ ઓફીસથી આવી એટલે સ્મિતાએ એને પણ વાત સાંભળવા બેસી જવા કહ્યું. અને એણે શરુ કર્યું, ‘પતા હૈ આજ ક્યા હુઆ? મુજે ના હોસ્પિટલમેં એક અંકલ મિલે થે. મૈંને આજ આધી છુટ્ટી લી થી ઔર મૈ અપોઇન્ટમેન્ટ સે જલ્દી હી પહુંચ ગઇ થી. જિસ ડોક્ટર સે મેરી અપોઇન્ટમેન્ટ થી વો ઉસ સમય ઓપરેશન થીયેટર મેં થે. ઇસલિયે મૈં ક્યા કરું ? ક્યા કરું? સોચતે સોચતે બસ જાકે ઓપરેશન થિયેટર કી લોબી મૈં બેઠી ઔર ઉનકા ઇંતઝાર કર રહી થી. મેરા મન કિયા થા કી કીસી પેશંટ યા ઉનકે રિશ્તેદાર સે મુલાકાત કરું. કિસીકા દુખ બાંટુંગી, ઉનકી હિંમત બઢાઉંગી ઔર ઇસ તરહ કીસી કી ભલાઇ હો જાયેગી. ‘

એણે ભલાઇ શબ્દ વાપર્યો એટલે હવે અમને વાત સાંભળવામાં રસ પડ્યો. અને એણે આગળ ચલાવ્યું. ‘મૈંને જાતે હી દેખા કી એક અંકલ બડે ઉદાસ બૈઠે થે. મેરા મન કિયા કી વો અંકલ હૈ, બુઝુર્ગ હૈ, શાયદ ઉનકે બેટે કા ઓપરેશન હોગા. ઔર મેં જાકે ઉનકે બગલ મેં બેઠ ગઇ. ૨ – ૫ મિનિટ બાદ મૈંને હી સામને સે પૂછા, અંકલ, કિસી અપને કા ઓપરેશન હૈ? અંકલે ખાલી હકારમાં માથું ધુણાવ્યું. એટલે મેં પૂછ્યું, કિસકા? તો એકદમ ભાવવિભોર થઇને કહે, ‘ઓપરેશન? નહિં યે તો મેરે પ્રેમ કી પરીક્ષા હૈ.’ મને તો કંઇ ખબર ના પડી એટલે મેં પૂછ્યું, ‘મતલબ?’ તો હસીને કહે, મેરી ઉમ્ર ૭૫ હૈ. વસંતી કી ૭૦. મેરી શાદી હુઇ તબ મૈં ૨૧-૨૨ સાલ કા થા ઔર વો ૧૭ સાલ કી. વો મેરી હમસફર હૈ. મેરી દોસ્ત હૈ. મેરે લિયે વો…’ અને અંકલના મોઢે ડુમો ભરાઇ આવ્યો. પછી થોડી વાર રહીને કહે, ‘હમારી શાદી કો તબ દો સાલ હુએ થે, મૈંને છોટા સા બીઝનેસ શુરુ કિયા થા ઔર વો નજદીક કી સ્કૂલ મેં શિક્ષિકા થી. ઉસ જમાને મેં મેટ્રિક કે બાદ શિક્ષક કી નૌકરી ઉસે મિલી થી. બાબુજી ગાંવ મેં ખેતીબાડી દેખતે થે ઔર મૈં કામકાજ કી તલાશ મેં યે શહર મેં આકે બસા થા. મામુલી નોકરી થી મેરી ઔર બડે બડે સપને. ગાંવ મેં બડા પરિવાર થા. સબ કે અપને અપને અરમાન મેરે સે જુડે હુએ થે. એટલે મેં પણ સાહસ કરીને ઉધારી કરી અને એક મિત્ર સાથે ધંધામાં ઝંપલાવ્યું.’

પણ બધા કંઇ મૂર્તિ કે અંબાણી જેવા નસીબદાર થોડા જ હોય છે? મારા મિત્રે જ ધંધામાં મને દગો કર્યો અને હું રાતોરાત દેવાળીયો થઇ ગયો. મજૂરોને ચૂકવવાના પૈસા તો મારી પત્નીની બચતમાં વપરાઇ ગયા. હવે? ઘરનુ ઘર પણ નહોતું. શહેરમાં હવે કોના ઉપર ભરોસો કરવો? મને રાતે ઉંઘ પણ નહોતી આવતી. એક દિવસ વસંતીએ મારી સામે રુપિયા એક લાખ મુક્યા ને કીધું ‘બધી ઉઘરાણી પતાવી દો. આપણે નવેસરથી શરુઆત કરશું.’ મેં બહુ પૂછ્યું કે રુપિયા ક્યાંથી આવ્યા તો પહેલા તો કાંઇ કીધું નંઇ પણ પછી કબુલ્યું કે એણે એનાં બધાં ઘરેણાં વેચીને આ પૈસા મને આપ્યા છે.’

હું બહુ ગુસ્સે થયો. રડી પડ્યો કે મને ધંધામાં ખોટ ગઇ તો તારે શું કામ દુઃખ વેઠવું પડે? તો વસંતીએ મને શાંત રાખતી વખતે જે કીધું એ મને જીવનભર યાદ રહી ગયું. બસ એ જ વાગોળી રહ્યો હતો અત્યારે. મૈંને પૂછા ક્યા કહા આંટીને? તો કહે, વસંતીએ કીધું. ‘ધંધામાં ખોટ ગઇ હશે તમારે, મારે મન તો આ મારા પ્રેમની પરીક્ષા છે. હું દાગીના વેચીને તમારું દુઃખ દૂર કરી શકું છું તો મારું સદભાગ્ય છે’. ‘દાગીના તો કાલે બીજાં ખરીદે લેવાશે. તમે હિંમત રાખો.’

આટલું બોલતાં બોલતાં તો અંકલ ધુસકે ધુસકે રડી પડ્યા. વસંતી તો દાગીના વેચીને મારું દુઃખ હળવું કરી શકી. પણ હું? મારી પ્રેમની પરીક્ષામાં હું કેમ કરીને પાસ થાઉં? વસંતીને કેંસર છે અને હું કેમે કરીને એનું દુઃખ ઓછું નથી કરી શકી રહ્યો.’ વાત સાંભળતાં સાંભળતાં મારી આંખમાં આવેલા પાણીને જોઇને સ્મીતા કહે.’ મેરી આંખોમેં ભી તબ પાની ભર આયા….કુછ દેર કે બાદ અંકલ સ્વસ્થ હુએ. મૈંને ઉનકો પાની પિલાયા. ઔર ઉનકો ખુબ હિંમત બંધાઇ’.

થોડી દેરમેં ઓપરેશન ખતમ હુઆ, ઔર અંકલ સીધે દૌડે ડૉક્ટર કે પાસ. ઔર થોડી દેર મેં અંદર ગએ. મૈં તો બસ ઉન્હેં દેખતી હી રહ ગઇ. થોડી દેર તો બસ, દિલ સે દુઆ નિકલતી રહી, ભગવાન, યે જોડી હંમેશા સલામત રહે.’ ઔર પૂરે રાસ્તે મેં ‘પ્રેમ કી પરીક્ષા’ શબ્દ કાનોં મેં ગુંજતે રહે.

થોડી વાર તો આવી હ્ર્દયદ્રાવક ઘટના સાંભળીને રુમમાં એક પ્રકારની શાંતિ છવાઇ ગઇ. થોડીવારે મિલન સામે છેડેથી બોલ્યો. ‘બોલો બોલો સ્મીતા માતા કી જય’ ત્યારે જાણે અમારી વિચારતંદ્રા તુટી. હવે થોડીવાર તો કોઇની પણ પાસે વાત કરવા જેવું જાણે કશું જ નહોતું. આને જ કદાચ ‘મૌનની ભાષા’ કહેતા હશે. અને મિલને જ સામેથી હવે એ જમવા જશે કહીને ફોન મુકી દીધો.

અને આખી રાત લગભગ અમે  બધાયે આ ઘટનાને વાગોળી હશે. બીજા દિવસે સવારે પણ મારા મનમાં આ જ વાત રમી રહી હતી અને સ્મિતાએ કીધું. કિતના સચ હૈ ના હિરલ, ‘શાદીમેં, પ્રેમ કી પરીક્ષા કિતની કઠિન ભી હૈ ઔર કિતની સરલ ભી’ . અને લગભગ ઓફીસે જતાં આખા રસ્તે હું પણ આ જ વાત વિચારી રહી. ‘લગ્નજીવનમાં પ્રેમની પરીક્ષા પાસ કરવી સહેલી પણ છે અને અઘરી પણ’

Advertisements

2 Comments »

 1. Sad incident.
  But Excellent in presentation.

  The content and the writing style both are too good. Keep it up. All the best

  Manish

  Comment by Manish — December 21, 2010 @ 12:22 pm | Reply

 2. Excellent….no words to describe … so very true….લગ્નજીવનમાં પ્રેમની પરીક્ષા પાસ કરવી સહેલી પણ છે અને અઘરી પણ’
  Keep writing…
  Paru Krishnakant”Piyuni”
  http://piyuninopamrat.wordpress.com/

  Comment by Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) — January 4, 2011 @ 1:04 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: