Hiral's Blog

December 8, 2010

ભૌતિક વિકાસ vs. આધ્યાત્મિક વિકાસ (Part 1)

જીવન શું છે? સાચું શું? કર્મો કેવી રીતે કામ કરે છે? જો બધું કર્મો જ છે તો આપણે સ્વતંત્ર રીતે કશું જ નથી કરતાં? સંજોગો કેવી રીતે નિર્માણ થાય છે? સંજોગો સામે આપણે લડત આપી શકીએ? જો હા, તો પછી નસીબ શું છે? અને આ બધાની ઉપર વળી આ અત્મા શું વસ્તુ છે? આત્મા કર્તા નથી, ભોક્તા નથી, તો પછી લાગણીઓ શું વસ્તુ છે?
જીવન કેવી રીતે જીવવું જોઇએ? ઇશ્વર એટલે? ગુરુની જરુર છે? ગુરુ કેવા હોવા જોઇએ? વિગેરે ઘણાં પ્રશ્નો આપણને ઘણી વાર મુંઝવતા હોય છે. ક્યારેક લાગે, જીવન જાત જાતનાં કાર્યો અને લાગણીઓનાં પ્રદર્શન માટેની પ્રયોગશાળા છે. ક્યારેક લાગે, જાણે બધું યંત્રવત નક્કી થયા પ્રમાણે જ થતું હોય છે. ક્યારેક લાગે, આત્મામાં અનંત શક્તિ છે, પણ ક્યારેક સંજોગો સામે લાચાર પણ બની જઇએ છીએ.
સતત ગડમથલ અને થોડાં અનુભવો, વાંચન અને પોતાની જાતનો અભ્યાસ, સંસ્કૃતિનો વિકાસ, બાળમાનસનો વિકાસ, શ્રધ્ધા, વહેમો, રિવાજો, ધર્મ, અધ્યાત્મ, સંબંધો વિગેરે ઘણું જેવું જોયું, જાણ્યું એનાં પરથી, મેં નીચેનું રૈખિક ચિત્ર બનાવ્યું છે.
જેનાં આધારે કેટલાંક સવાલોનાં જવાબ કદાચ મળી રહે છે.


ભારત દેશમાં આત્માની શક્તિ ઉપર વૈદિકકાળથી જે ભાર મુકાયો એનાં આધારે, કર્મોનાં આવરણને દૂર કરવા પર ભાર મુકાય છે. જેનાં માટે કેટલીક ધાર્મિક ક્રિયાઓનું પણ નિર્માણ કરાયું છે. પણ એથી શું ખરેખર કર્મોનાં આવરણો દૂર કરી શકાય છે? પણ એકંદરે દરેક જીવ પરિસ્થિતિઓથી અને સ્વતંત્ર કર્મ કરવા માટે પણ બંધાયેલો છે.
સ્વતંત્ર કર્મ કરવા માટે જે મુખ્ય જૈવિક શરીર દરેકને મળે છે,એનાં આધારે જીવ એકઇંન્દ્રિય, બેઇંન્દ્રિય એમ પાંચઇંન્દ્રિય સુધી ઓળખાય છે. જીવસૃષ્ટિને રૈખિકમાપ પર મુકવામાં આવે તો ક્રમશઃ પાંચઇંન્દ્રિય જીવમાં સરેરાશ વ્યક્તિત્વ વિકાસનાં ગુણો કે જે સ્વતંત્ર કર્મ તરીકે ઓળખાય છે. એ વધારે કેળવાયેલાં જોઇ શકાય છે. જેમાં હજુ વધારે યોગ્ય વિકાસથી આપણે પૂર્ણતાને પામી શકીએ.
પરિણામે મુખ્યત્વે શરુઆતથી જ આપણે સ્વતંત્ર કર્મ એ શું છે? એ કેવી રીતે થાય છે? એમાં રહેલાં મગજ અને ર્હદય દ્વારા થતાં કાર્યો કે કર્મોની ક્યારે અને કેવી રીતે , કર્મબળ રેખાઓ કે કર્મોનાં આવરણોને નાશઃપ્રાય કરવાં ઉપયોગી થઇ શકે? વગેરે સમજવું પણ એટલું જ જરુરી બની રહે છે. જેને કદાચ વ્યક્તિત્વ વિકાસ કહે છે. આપણે આપણી ઇચ્છામુજબ એનો ક્રમશઃ વિકાસ કરી શકીએ અને આપણી ઉચ્ચ ઓળખ મેળવી શકીએ છીએ. જેને આધ્યાત્મિક વિકાસ કહી શકીએ. સાથે સાથે જીવ, ભોતિક વિકાસ પણ સર્જે છે. ટૂકમાં સ્વામી વિવેકાનંદે પણ આ જ વાત કરી છે કે ભૌતિક વિકાસ, આધ્યાત્મિક વિકાસ, વગેરે બધું એકબીજા સાથે સંકળાયેલું છે.

તાત્પર્ય એ જ કે જો ઉદેશ આધ્યાત્મિક વિકાસનું હોય તો સહજ રીતે જ કર્મબળ રેખાઓ અને કર્મોનું આવરણ સ્વતંત્ર કર્મો દ્વારા ખંખેરી શકાતું હોવું જોઇએ. અને ત્યાં જે ભૌતિક વિકાસ સર્જાય એ માનવ કલ્યાણનાં હિતમાં જ હશે. પણ જો ઉદેશ માત્ર ભૌતિક વિકાસ હોય તો ત્યાં કર્મોનું બંધન વધુ જડ માત્રામાં થતું હશે. જ્યાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામના વખતે વધુ કર્મોનાં આવરણ બને અને ક્રમે કરીને આત્મિક વિકાસ મંદ પડે એવું બને.

Image ref: Scientific Foundation of Jainism. by Prof. K.V.Mardia

© Hiral Shah

Advertisements

5 Comments »

 1. ખુબ જ ઉપયોગી લેખ ! આધ્યાત્મિક વિકાસના લક્ષથી થતા કાર્યો જો કર્તાભાવ કર્યા વગર થાય અને જો નવા કર્મ બીજ લાવ્યા વગર થાય તો તે જરૂર આપણા કર્મોના આવરણ ને તોડવા માટે સક્ષમ બને. એ Cause and Effect ને અનુસરે છે. જો નવા બીજ પડે તો તે તેનું ફળ આપીને જ જાય. જ્ઞાનમાં રહીને કર્તાભાવ જાય તો કર્મ બીજ ખરી પડે અને જુના કર્મો તેના પરિણામ આપીને જાય જેનાથી કર્મનું આવરણ તુટતું જાય.

  Comment by Uday Trivedi — December 9, 2010 @ 12:28 am | Reply

  • હમમ.. સાચી વાત છે. મેં અહિં માત્ર જીવનનો જે મુળભૂત ઉદ્દેશ છે, અથવા તો જીવન જીવવાની જે વ્યાપક દ્રષ્ટિ છે એ વિશે લખ્યું. એટલે કર્મો , કર્તા ભાવ વિગેરે વિશે કશી છણાવટ નથી કરી. મને બધા પ્રશ્નોના હલ જેવું કંઇક આવું સુઝ્યું એટલે પોસ્ટ તરીકે પબ્લીશ કર્યું. બાકી, સો વાતની એક વાત. “આપણે જે કાંઇ છીએ” એનાં માટે આપણે જ જવાબદાર હોઇએ છીએ. સારું તો ય આપણી જવાબદારી ને ખરાબ તોયે આપણી જ.

   પણ મૂળભુત વાત એ કે જાતિ તરીકે આપણે સતત વિકાસ કરીએ છીએ. (માનવ જાતિ) તરીકે. હવે જો એમાં આધ્યાત્મિક દ્રષ્ટિકોણ (માનવસમાજનું હિત) એવું દ્રષ્ટિમાં હોવું જોઇએ, એ હોય તો જ ઘણાં પ્રશ્નો ઉભા થતાં પહેલાં જ હલ થઇ શકે. બાકી, સ્વતંત્ર કર્મ કરવા માટે આપણને મળેલી શક્તિઓને આપણે ક્યાં અને કેવી રીતે વાપરવી, એ કોઇ પણ ઉદેશ વિના ખાલી વેડફાઇ જવાની શક્યતાઓ ઘણી વધારે. પણ જો એમાં આધ્યાત્મિક દ્રષ્ટિકોણ હોય તો ચમત્કારિક પરિણામો મેળવી શકાય. (ગાંધીજી આનું એક જીવંત ઉદાહરણ કહી શકાય)

   Comment by hiral — December 9, 2010 @ 4:43 pm | Reply

 2. લોકો ડાયાગ્રામ પણ કેવા ક્રિએટીવ/કાવ્ય જેવા બનાવતા હોય છે! સરસ.

  Comment by Pancham Shukla — December 17, 2010 @ 1:52 pm | Reply

 3. dear hirals,
  Nice article and taste. ” From error to error one discovers the entire truth”- Sigmund Freud.

  Comment by Raol pradipkumar R. — December 18, 2010 @ 5:06 am | Reply

  • Hello There,
   Thanks for your beatiful comments. I really like your Adage/proverb which have direct relation with the article.
   And which can really lead me to read or either surf about such Adage/proverb and about author more. 🙂

   Comment by hirals — December 18, 2010 @ 9:28 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: