Hiral's Blog

September 5, 2010

ઉત્તરાધ્યાન સૂત્રમાંથી ઃ ત્રીસમું અધ્યયનઃ તપોમાર્ગ

ભગવાન બોલ્યાઃ

રાગ અને દ્વેષથી એકઠું થયેલું પાપકર્મ ભિક્ષુ જે તપ વડે ખપાવે છે તેને (તે તપને) એકાગ્ર ચિત્તથી સાંભળો.

૧) પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ મહાવ્રતોથી તથા રાત્રિભોજનથી વિરક્ત થયેલો જીવાત્મા અનાસ્રવી (નવા પાપ કર્મને રોકનાર) થાય છે.

૨) વળી પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી સહિત, કષાયથી રહિત, જિતેન્દ્રિય, નિરાભિમાની અને શલ્યરહિત જીવ અનાસ્રવી થાય છે.

૩) જેમ મોટા તળાવનો જળ આવવાનો માર્ગ રુંધીને તેમજ અંદરનું પ્રથમ પાણી ઉલેચીને તથા સૂર્યના તાપે કરીને ક્રમપૂર્વક તે જળનું શોષણ થાય છે તેમ સંયમી પુરુષનું નવું થતું પાપકર્મ પણ (વ્રત દ્વારા રુંધવાથી) આવતું નથી અને પૂર્વે કરોડો ભવથી સંચિત કરેલું જે પાપકર્મ હોય છે તે પણ તપ વડે જીર્ણ થઇ જાય છે.

૪) તપ બાહ્ય અને આંતરિક પ્રકારનું છે અને બંનેના પૃથક પૃથક છ છ ભેદ છે.

૫) બાહ્ય તપના ભેદોઃ ૧. અણસણ, ૨. ઉણોદરી, ૩. ભિક્ષાચારી, ૪. રસ પરિત્યાગ, ૫. કાય ક્લેશ, ૬. સંલિનતા

૬) એક કાળ મર્યાદિત એટલે કે એક ઉપવાસ કે અધિક દિનપર્યંત અને બીજું મરણ પર્યંત એમ અણસણ બે પ્રકારનાં હોય છે. તેમાં પહેલું આકાંક્ષા (ભોજનની) સહિત અને બીજું કાંક્ષા રહિત હોય છે.

૭) જે કાળ મર્યાદિત તપ છે તે પણ સંક્ષેપથી છ પ્રકારનાં હોય છે. ૧. શ્રેણીતપ ૨. પ્રતર તપ, ૩. ધન તપ , ૪. વર્ગ તપ, ૫. પ્રકીર્ણ તપ.

૮) ઉણોદરી તપ પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી , ભાવથી અને પર્યાયથી સંક્ષેપમાં પાંચ પ્રકારનું કહ્યું છે. જેટલો જેનો આહાર હોય તે પૈકી અલ્પમાં અલ્પ એક કવલ પણ ઓછો ખાવો તેને ઉણોદરી તપ કહે છે. વળી અમુક ક્ષેત્રોનો અભિગ્રહ કરે કે આ ક્ષેત્રોમાંથી આહાર મળે તો જ લેવો એ પણ ક્ષેત્રકાળથી ઉણોદરી તપ કહેવાય છે. દિવસના ચાર પ્રહરમાંથી અમુક પ્રહરમાં ભિક્ષા મળે તો જ લેવી એ પ્રમાણે કાળથી ઉણોદરી તપ થાય છે. વળી અમુકને હાથે જ જેમકે કષાય રહિત ચિન્હોવાળા સ્ત્રી કે પુરુષને હાથે જ ભિક્ષા મળે તો લેવી વગેરે પ્રમાણે ભાવથી ઉણોદરી તપ કરી શકાય છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, કે ભાવથી જે જે વર્ણન કર્યું એ ચારે નિયમો સહિત થઇ જે ભિક્ષુ વિચરે તે પર્યવચર તપશ્ચર્યા કરનાર કહેવાય છે.

૯) આઠ પ્રકારની ગોચરીમાં અને સાત પ્રકારની એષણામાં જે જે બીજા અભિગ્રહો ભિક્ષુ રાખે તે ભિક્ષાચારી તપ કહેવાય છે.

૧૦) દૂધ, દહીં, ઘી વગેરે રસોનો ત્યાગ કરવો તે રસપરિત્યાગ તપશ્ચર્યા કહેવાય છે.

૧૧) વિવિધ આસનો (યોગ આસનો) કાયાને અપ્રમત્ત કરી સુખી કરનાર નીવડે છે તેવા આસનો કરી કાયાને કસવી તે કાયક્લેશ નામનું તપ કહેવાય છે.

૧૨) એકાંત કે જ્યાં સ્વાધ્યાય- ધ્યાનની અનુકૂળતા મળે , કોઇ ના આવે જાય એવા સ્ત્રી, પશુથી રહિત સ્થાનમાં આસન, શયન કરવું તે સંલીનતા તપ કહેવાય છે.

એ પ્રકારે સંક્ષેપથી બાહ્યતપ કહ્યું હવે સંક્ષેપથી આંતરિક તપ કહીશ.

૧) પ્રાયશ્ચિત, વિનય, સેવા, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ એ છ અભ્યંતર તપ છે.

૨) કરેલાં પાપોને યાદ કરીને પ્રાયશ્ચિત કરવું તે પ્રાયશ્ચિત તપ છે.

૩) ગુરુની સામે જવું, એમને આસન આપવું, એમનો વિનય જાળવવું, મિત્રભાવે પ્રેમ પૂર્વક વર્તવું વગેરે વિનય તપ છે.

૪) આચાર્યાદિની દસ સ્થાનોમાં વૈયાવચ્ચ કરવી, અનુકંપાથી જીવમાત્રની સેવા કરવી તે સેવા તપ છે.

૫) વાચના લેવી, વારંવાર પ્રશ્ચો પૂછવા, વારંવાર શાસ્ત્રોનું પઠન – મનન કરવું, સૂત્રાદિનાં અર્થ સમજવા અને ધર્મકથા કરવી તે સ્વાધ્યાય તપ છે.

૬) સમાધિવંત સાધક આર્ત અને રૌદ્રધ્યાનને છોડીને ધર્મધ્યાન અને શુક્લધ્યાનને ચિંતવે છે તેને મહાપુરુષોએ ધ્યાન તપ કહ્યું છે.

૭) સૂતી વખતે, બેસતી વખતે કે ઉભા રહેતી વખતે જે ભિક્ષુ કાયાનો સર્વ વ્યાપાર છોડી દે (શરીર હલાવે-ચલાવે નહિં), તેને છઠું કાર્યોત્સર્ગ તપ કહ્યું છે.

આ પ્રમાણે બાહ્ય અને અભ્યંતર તપ જે આચરે છે તે સંસારનાં સર્વ કર્મ બંધનમાંથી જલ્દી છૂટી જાય છે.

Source: ઉત્તરાધ્યાન સૂત્રમાંથી ઃ ત્રીસમું અધ્યયનઃ તપોમાર્ગ

Advertisements

1 Comment »

  1. Very useful knowledge for day to day life. Specially “Aantarik Tap” and “Swadhyay” should always be done diligently everyday. Uttardhyan Sutra posts are really helpful. Please keep posting from it…

    Comment by Uday Trivedi — September 7, 2010 @ 12:09 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: