Hiral's Blog

August 19, 2010

આશાવાદ

Filed under: own creation,poem,Thought — hirals @ 10:08 am

એપ્રિલ-૨૦૦૧ ની આસપાસના સમયમાં મેં આ કવિતા લખી હતી. આજે સમયનું ચક્ર જે રીતે ફરતું જોયું છે, લાગે છે આ કવિતા જ્યારે પણ વાંચીશ, ખરેખર નવો આશાવાદ જાગ્યા વગર રહેશે નહીં.

મને નિરાશાની ગર્તામાં રહેવું નથી ગમતું,

                 હું પ્રખર આશાવાદમાં માનું છું,

મને દુઃખી થઇને જીવવું નથી ગમતું,

               હું આનંદના મોજા ઉલાળવામાં માનું છું,

આ વસંત, આ પક્ષીઓનો કલરવ, આ મધુર સંગીત,

              હું કુદરતના સૌંદર્યમાં માનું છું,

આ હું, આ મારા સ્વજનો, આ મારું ઘર,

             હું આ બધાની હુંફમાં રહેવામાં માનું છું,

આ ઉગતો સૂરજ, આ તપતો મધ્યાહન,

                હું જીવનના સંઘર્ષમાં માનું છું,

આ સફળતા-નિષ્ફળતાના ચઢાવ-ઉતાર જેવી જીંદગી,

               હું હંમેશા સ્વસ્થચિત્તની પ્રાપ્તિમાં માનું છું,

હું ગઇકાલે જે હતી તે આજે નથી,

                 હું સમય સાથે બદલાવામાં માનું છું,

આજે જે છું તેવી આવતીકાલે ના પણ હોઉં,

પણ,

               હું હંમેશા અંતરના સાચા અવાજને સાંભળવામાં માનું છું,

6 Comments »

  1. khare khar saras che,,

    Comment by "માનવ" — August 20, 2010 @ 7:32 pm | Reply

  2. You may also like my poem
    “Dil Hai Chhota sa Chooti si Asha

    http://pancham55.blogspot.com/2006/03/blog-post_114371161690125768.html

    and another one “Keep Smiling!”
    http://pancham55.blogspot.com/2006/04/blog-post.html

    I will post one more “Gulmohar” sometime….

    -Manish

    Comment by Manish — August 21, 2010 @ 5:50 am | Reply

  3. આજનો દિવસ… આ ઘડી…. મોજમાં ગઈ -તો જ જીવ્યા . નહીં તો આપણે મડદું!
    ———-
    અને સાચી મોજ કોઈને મદદરૂપ થવામાં છે – જેમ તું જિનાના વિકાસમાં મદદ કરે છે – એવી મોજ !

    Comment by સુરેશ જાની — May 10, 2015 @ 2:44 pm | Reply

  4. બસ આ spirit હોય તો પછી શોક સંતાપ રહેતા નથી.

    Comment by P.K.Davda — May 10, 2015 @ 3:11 pm | Reply

  5. ” હું હંમેશા અંતરના સાચા અવાજને સાંભળવામાં માનું છું,” સિર્ફ ઇતનાહી કાફી હૈ ! વિશ્વ-ચેતના કાયમ સાથેજ છે !-લા’કાન્ત / ૧૧-૫-૧૫

    Comment by La Kant Thakkar — May 11, 2015 @ 12:18 pm | Reply

  6. “હું સમય સાથે બદલાવામાં માનું છું,”
    ” હું કુદરતના સૌંદર્યમાં માનું છું,”
    “હું હંમેશા સ્વસ્થચિત્તની પ્રાપ્તિમાં માનું છું,”
    કશાકમાં તો માનવું જ પડે !
    ઉપરની કૃતિમાંના વસ્તુને અનુરૂપ સમભાવી ઉડ્ડયનો …..

    કોચલું ફોડવાનું કૌવત!

    “આ કોચલું આપણું જ ઘડ્યું ,મનના બંધ બાંધ્યા તેજ!
    ખુદની માન્યતાજ નડે ખૂબજ,ભ્રમના ફેરા એના એજ!
    માન્યતાનું શીર્ષાસન જ સાચો ઉપાય,તેની પાર જવા,
    મન બદલે તો જ જીવાય, મૌજ ને લિજ્જત આવે સે’જ,
    મનના આકાશની સીમા ન બાંધીએ, ઓ મારા ભાઈ!
    આવરણ જો હટે ભ્રમના, અહં કોચલું જો ફોડીએ,ભાઈ,
    ખોલીએ જો મનના દ્વાર,ગતિ,વિકાસ,ઊંચું ઉડ્ડયન મળે,-
    હિંમત રાખી હૈયે,કરી મન મક્કમ,નિર્ધાર ધરીએ ભાઈ ”

    -લા’ કાન્ત / ૧૧-૫-૧૫

    Comment by La Kant Thakkar — May 11, 2015 @ 12:36 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: