Hiral's Blog

August 3, 2010

ઉત્તરાધ્યાન સુત્રમાંથી (હરિકેશીય મુનિનું ) બારમું અધ્યયન [વર્ણવ્યવસ્થા, યજ્ઞો અને નદીમાં સ્નાન વિશે]

હરિકેશીય મુનિનું અધ્યયન

ભગવાન સુધર્માસ્વામીએ જંબૂને કહ્યું ઃ

આત્મવિકાસમાં જાતિનાં બંધન હોતા નથી. ચાંડાલ પણ આત્મવિકાસનો માર્ગ આરાધી શકે છે. ચંડાલજાતિમાં ઉત્પન્ન થનારનું પણ હ્ર્દય પવિત્ર હોઇ શકે છે.

હરિકેશ મુનિ ચંડાલ કુળમાં જનમ્યા છતાં ગુણોનાં ભંડાર હતા. પૂર્વના યોગ સંસ્કાર હોવાથી નિમિત્તવશાત વૈરાગ્ય પામી ત્યાગી બન્યા. ત્યાગ લીધા પછી એક દેવે તે તપસ્વીની આકરામાં આકરી કસોટી કરેલી. સાચા સુવર્ણની જેમ પાર ઉતરેલા તે મહામુનિ પ્રત્યે પ્રસન્ન થયો પછી તે દેવમુનિ સાથે દાસ બનીને કાયમ રહ્યો.

એક યક્ષ મંદિરના સભામંડપની અંદર (કે જ્યાં તે દેવોનો વાસ હતો) આકરી તપશ્ચર્યાથી કૃશ થયેલા હરિકેશ ધ્યાનમગ્ન થઇ અડોલ ઉભા હતા.

કૌશલ રાજાના પુત્રી ભદ્રા તેમની સાહેલીઓ સાથે તે જ મંદિરમાં દર્શનાર્થે આવેલાં.

ગર્ભદ્રાર નજીક જઇ સૌએ દેવનાં પેટ ભરીને દર્શન કર્યા. દર્શન કરતા પાછા ફરતા દરેક સહચરીએ ક્રીડાર્થે સભામંડપના દરેક સ્તંભને બાથ ભીડી લીધી. ભદ્રાના હાથમાં સ્તંભને બદલે તપસ્વી આવેલા જાણી સૌ સખીઓ “તમારા હાથમાં તો સાચા પતિ જ આવી ગયા” એમ કહીને કુતુહલથી હસવા લાગી. કુમારી ભદ્રા આથી ચિઢાઇ ગયા અને તપસ્વીની ભારે અવગણના કરી. દેવ આથી ખુબ કોપ્યો. ભદ્રા તે જ સમયે અવાક થઇ ઢળી પડી. આ વાત વાયુવેગે પ્રસરી ગઇ. કૌશલરાજ ત્યાં પધાર્યા. આખરે દૈવીકોપ દુર કરવા તે દેવપ્રવેશક દેહવાળા તપસ્વીજી સાથે ભદ્રના લગ્ન કરવાની તૈયારીઓ થવા લાગી.

તે જ સમયે મુનિના દેહમાંથી દેવ અદ્રશ્ય થયો. તપસ્વી સાવધ થયા અને બધી ધમાલ જોઇ વિસ્મિત બની ગયા. અંતે પોતાના આકરા સંયમની અને અપૂર્વ ત્યાગની પ્રતીતિ આપી એ મહાયોગીએ ત્યાંથી પ્રયાણ કર્યું.

ત્યારબાદ આ ભદ્રા કુમારીના સોમદેવ નામના પુરોધસ સાથે લગ્ન થયાં છે. તે દંપતી બ્ર્હામણો પાસે કુળપરંપરા મુજબ મહાયજ્ઞ કરાવે છે. યજમાન રુપે આ દંપતી ત્યાં મંત્રજાપાદિ કરી રહ્યા છે.

ગામ, નગર, શહેરાદિ સર્વસ્થળે અભેદભાવે વિચરતા એ વિશ્વોપકારક મહામુનિ તે જ યજ્ઞશાળામાં એક માસની તપશ્ચર્યાના પારણા અર્થે પધાર્યા છે. ત્યાં અપરિચિત બ્ર્હામણો પ્રથમ તેનો ઉપહાસ, અપમાન અને તિરસ્કાર કરે છે. ભિક્ષાને બદલે દંડો લઇ સામે મારવા દોડે છે. આવા કપરા વખતમાં એ તિન્દુક દેવ હાજર થઇ શું કરે છે? ભદ્રાદેવીને જાણ થવાથી તેને શી અસર થાય છે? આખું વાતાવરણ તપશ્ચર્યાના પ્રભાવે કેવું સુવાસિત બને છે. તે આ અધ્યયનમાં વર્ણવ્યું છે.

જાતિનાં વિધાન મદ માટે નથી. વર્ણવ્યવસ્થા કર્મ પ્રમાણે નિયત થઇ હતી. તેમાં ઉંચનીચના ભેદોને સ્થાન ન હતું. જ્યારહ્તી તે ઉંચનીચના ભેદોને સ્થાન મળ્યું ત્યારથી તે વ્યવસ્થા મટી તિરસ્કાર અને અભિમાનનાં પૂંજોમાં પલટી ગઇ.

ભગવાને જાતિવાદના ખંડ્ન કર્યાં, ગુણવાદને સમજાવ્યો. અભેદભાવના અમૃત પાયાં અને દીન, હીન અને પતિત જીવોનો ઉધ્ધાર કર્યો.

———————–

ભદ્રાદેવી સાચી વિગત આ તપસ્વી વિશે કહે છે બધા બ્રાહ્મણોને અને એમનું અપમાન અને તિરસ્કાર કરવા બદલ માફી માંગવાનું કહે છે. અંતે બ્રાહ્મણો તપસ્વીના અત્યાર સુધીના જરા પણ વિચલિત થયા સિવાય કે કોપાયમાન થયા સિવાય ભિક્ષા માટે એમ જ સ્થિર ઉભા રહેલા જોઇને સાચી પરિસ્થિતિ સમજે છે કે હરકેશીય ભલે ચંડાલજાતિનો હોય પણ એણે પોતાના કર્મોથી ઘણી ઉંચી સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે.

૩૭) ખરેખર દિવ્યતપની આ પ્રત્યક્ષ વિશેષતા દેખાય છે. જાતિની વિશેષતા કશીયે નથી. ચંડાલપુત્ર હરિકેશ સાધુ; કે જેની આવી મહાપ્રભાવશાળી સમૃધ્ધિ છે !” ચંડાલપુત્ર હરિકેશસાધુને જોઇને સહુ એકી અવાજે ઉપર પ્રમાણે બોલવા લાગ્યા.

તપસ્વીજી કહે છે.

૩૮) હે બ્રાહ્મણો! અગ્નિનો આરંભ કરીને પાણીથી બહારની શુધ્ધિને શા માટે શોધી રહ્યા છો? જે બહારની શુધ્ધિ છે તે આત્મશુધ્ધિનો માર્ગ જ નથી. મહાપુરુષો કહે છે કે….

૩૯) દ્રવ્યયજ્ઞમાં દાભડાને, લાકડાના ખીલાને, તૂણ, કાષ્ઠ તથા અગ્નિને , તેમજ સવાર અને સાંજ પાણીને સ્પર્શ કરતા એવાં મંદ પ્રાણીઓ તમે વારંવાર નાના જીવોને દુઃખ આપીને પાપ જ કર્યા કરો છો.

૪૦) હે ભિક્ષુ! અમે કેવી રીતે વર્તીએ? કેવું યજ્ઞપૂજન કરીએ? વળી કેવી રીતે પાપોને દૂર કરીએ? હે સંયમી! એ અમને જણાવો. કઇ વસ્તુને જ્ઞાનીજન યોગ્ય માને છે?

૪૧) છ કાય (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ) જીવોની હિંસા નહિં કરનારા, કપટ તથા અસત્યને નહિં આચરનારા, માયા(કપટ) અને અભિમાનથી દૂર રહેનારા, તથા પરિગ્રહ અને સ્ત્રીઓની આસક્તિથી ડરનારા દાન્ત પુરુષો હોય છે તે જ વિવેકપૂર્વક વર્તે છે.

૪૨) અને પાંચ ઇંન્દ્રિઓનું નિયમન કરનારા, બહારની શુધ્ધિની દરકાર ના કરતાં ઉત્તમ અને મહાવિજયી ભાવયજ્ઞને જ આદરે છે.

૪૩) તમારું જ્યોતિ શું? અને જ્યોતિનું સ્થાન શું? તમારી કડછીઓ કઇ? અને અગ્નિ પ્રદીપન કરનારું શું? તમારા લાકડાં કયાં અને હે ભિક્ષુ! તમારા શાંતિમંત્ર કયા? કેવા યજ્ઞથી આપ યજન કરો છો? (આ પ્રમાણે બ્રાહ્મણો બોલ્યા)

૪૪) તપ એ જ અગ્નિ છે. જીવાત્મા અગ્નિનું સ્થાન છે. મન, વચન અને કાયાના યોગ રુપી કડછી છે. અગ્નિને દીપ્ત કરનારું સાધન શરીર છે. કર્મરુપી લાકડાં છે, સંયમરુપી શાંતિમંત્ર છે. તેવી રીતે પ્રશસ્ત ચારિત્રરુપ યજ્ઞ વડે જ હું યજન કરું છું. – તે જ યજ્ઞોને મહર્ષિજનોએ યોગ્ય ગણ્યો છે.

૪૫) તમારો સ્નાન કરવાનો કુંડ કયો? સંસારમાંથી તરવાનું તમારું પુણ્યક્ષેત્ર કયું? અને ક્યાં સ્નાન કરીને તમે કર્મરજને ટાળો છો? તે કહો, આપની પાસે જાણવાને ઇચ્છીએ છીએ. (આ પ્રમાણે બ્રાહ્મણો બોલ્યા)

૪૬) ધર્મરુપી કુંડ છે. બ્રહ્મચર્યરુપી પુણ્યતીર્થ છે. આત્માના પ્રસન્નભાવથી વિશુધ્ધ ધર્મના કુંડમાં નાહેલો હું શાંત થઇને કર્મદોષોને દુર કરું છું.

૪૭) એવું સ્નાન જ કુશળપુરુષોએ કહ્યું છે અને ઋષીમુનીઓએ તે જ મહાસ્નાનને વખાણ્યું છે. જેમાં નાહેલા પવિત્ર મહર્ષિઓ નિર્મળ થઇને(કર્મ રહિત થઇને) ઉત્તમસ્થાન(મુક્તિ) ને પામ્યા છે.

 Source:ઉત્તરાધ્યાન સુત્રમાંથી (હરિકેશીય મુનિનું  ) બારમું અધ્યયન [વર્ણવ્યવસ્થા વિશે]

Advertisements

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: