Hiral's Blog

July 26, 2010

ઉત્તરાધ્યાન સુત્રમાંથી (બહુશ્રુત જન્ય ) અગિયારમું અધ્યયન

જ્ઞાન એટલે આત્મપ્રકાશ. આ પ્રકાશ દરેક આત્મામાં છે. માત્ર તેનાં આવરણો નીકળી જવાં જોઇએ અને ઘટના દ્રારા ઉઘડી જવા જોઇએ. શાસ્ત્રોનો અભ્યાસ શોધ માટ છે એમ જાણી તત્વજ્ઞ પુરુષો શાસ્ત્રોને ભણ્યા પછી એને ભૂલી જાય છે.

અહંકાર એ જ્ઞાનનો બંધ ઉભો કરે છે. અહંકાર ગયો કે ખજાનો ખુલ્યો સમજવો. જ્ઞાનીની પરીક્ષા શીલ (આચાર-વિચાર)થી થાય છે. શાસ્ત્રોથી નહિ.

ભગવાન મહાવીર બોલ્યા.

૨) જે વૈરાગી બનીને માની, લોભી, અસંયમી અને વારંવાર વિવાદ કરનારા હોય છે, તે અવિનીત અને અબહુશ્રુતી (અજ્ઞાની) કહેવાય છે.

૩) જે પાંચ સ્થાનોથી શિક્ષા નથી મળી શકતી તે પાંચ સ્થાન આ પ્રમાણે છે. માન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આલસ્ય.

૪.૫) (૧) વારંવાર હાસ્યક્રિડા ન કરનાર, (૨) સદા ઇંદ્રિયોનું દમન કરનાર (૩) મર્મ (કોઇનાં છિદ્રો) ને ઉઘાડા ન પાડનાર (૪) સદાચારી (૫) અનાચાર (૬) અલોલુપી (૭) ક્રોધ નહિ કરનાર (૮) સત્યમાં અનુરક્ત રહેનાર જ જ્ઞાની (શિક્ષાશીલ) કહેવાય છે.

૬) નીચેનાં ચૌદસ્થાનોમાં રહેલો સંયમી અવિનીત (અજ્ઞાની) કહેવાય છે અને તે મુક્તિ પામી શકતો નથી.

૧૦) નીચેનાં પંદર સ્થનો વડે સુવિનીત કહેવાય છે.

 • ૧) નમ્ર (હું કંઇ જ નથી તેવી ભાવના)
 • ૨) અચપલ
 • ૩) સરલ
 • ૪) અકુતુહલી (ક્રીડાથી દુર રહેનાર)
 • ૫) પોતાની નાની ભૂલને પણ દૂર કરે છે.
 • (૬) ક્રોધ (કષાય)ની વૃધ્ધિ કરે તેવા પ્રબંધને કરતો નથી.
 • (૭) સર્વ સાથે મિત્રભાવને ભજે છે.
 • (૮) શાસ્ત્ર ભણીને અભિમાન કરતો નથી.
 • (૯) પાપની ઉપેક્ષા કરતો નથી.
 • (૧૦) મિત્રો પર કોપ કરતો નથી.
 • (૧૧) અપ્રિય એવા મિત્રનું પણ કલ્યાણકારી જ બોલે છે.
 • (૧૨) કલહ અને ડમર(હિંસક ક્રીડા) વગેરે ક્રીડાનું વર્જન કરનાર
 • (૧૩) જ્ઞાનયુક્ત
 • (૧૪) ખાનદાન,
 • (૧૫) સંયમની લજ્જાવાળો તથા સંયમી હોય છે તે સુવિનીત કહેવાય છે.

૧૬) જેમ કમ્બોજ દેશના ઘોડાઓમાં જેમ આકીર્ણ (બધી જાતની ચાલમાં ચાલક અને ગુણી) ઘોડો વેગથી ઉત્તમ હોય છે અને તેથી જ તે ઉત્તમ કહેવાય છે તે જ પ્રકારે બહુશ્રુત જ્ઞાની પણ ઉત્તમ ગણાય છે.

૧૮) જેમ હાથણીથી ઘેરાયેલો સાઠ વરસનો પીઢ હાથી બળવાન અને કોઇથી પરાભવ ન પામે તેવો હોય છે તે જ રીતે બહુશ્રુત જ્ઞાની પરિપક્વ-સ્થિર બુધ્ધિ અને અન્યથી વાદ કે વિચારમાં ન હણાય તેવો તેમ જ નિરાસક્ત હોય છે.

૨૦) જેમ અતિ ઉગ્ર અને તીક્ષ્ણ દાઢવાળો પશુઓમાં શ્રેષ્ઠ સિંહ સામાન્ય રીતે પરાભવ પામતો નથી તેમ બહુશ્રુતજ્ઞાની કોઇથી પરાભવ પામતો નથી.

૨૧) જેમ શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનાર વાસુદેવ સદાય અપ્રતિહત (અખંડ) બળવાળા રહે છે તેમ બહુશ્રુતજ્ઞાની પણ (અહિંસા, સંયમ અને તપથી) બલિષ્ઠ રહે છે.

૨૪) જેમ અધંકારનો નાશ કરનાર ઉગતો સૂર્ય તેજથી જાણે જાજવલ્યમાન હોય! તેમ શોભે છે , તે જ રીતે આત્મજ્ઞાનના પ્રકાશથી બહુશ્રુતજ્ઞાની શોભે છે.

૩૧) સમુદ્ર સમાન ગંભીર, બુધ્ધિથી પરાભવ નહિ પામનારા, સંકટોથી ત્રાસ નહિ પામનારા, કામભોગોથી અનાસક્ત રહેનારા, શ્રુતથી પરિપૂર્ણ અને પ્રત્યેક પ્રાણીઓના રક્ષક મહાપુરુષો કર્મનો નાશ કરીને ઉત્તમ ગતિ પામ્યા છે.

૩૨) માટે ઉત્તમ અર્થની ગવેષણા ( સત્યની શોધ) કરનાર ભિક્ષુ , શ્રુતજ્ઞાનમાં અધિષ્ઠાન રહે (આનંદિત રહે) કે જેથી પોતાને અને પરને સિધ્ધિ પ્રાપ્ત કરાવે.

Advertisements

2 Comments »

 1. જ્ઞાનીની ઉત્તમ વ્યાખ્યા આપી. કહે છે ને કે સંત તમને ધર્માભિમુખ બનાવે અને જ્ઞાની તમને મોક્ષ આપે. વાંચીને મન જાણે સ્થિર થઇ ગયું. આવા સુંદર લેખો મુકતા રહેજો.

  Comment by ઉદય ત્રિવેદી — July 27, 2010 @ 3:36 am | Reply

 2. ખુબજ ઉત્તમ લેખ રજુ કર્યો. ઉદય સાથે અંતિમ વાર વાત થયા બાદ હમણા થી શીલ (અચાર – વિચાર) પ્રત્યે વધુ જાગૃત થય ને જીવન જીવવા નો પ્રયત્ન કરી રહ્યો છું. અને આનંદ પણ આવે છે. છેલ્લા ૧૫ દિવસ થી ગુરુદેવ ની કૃપા થી ક્રોધ પર સંપૂર્ણ કાબુ મેળવી શક્યો છું. અને આળસ ને તો લગભગ દાબી જ દીધી છે.

  એટલા માટે જ મને લેખ માંથી આ વાક્ય બોધ ખુબજ પસંદ પડ્યો: “જ્ઞાનીની પરીક્ષા શીલ (આચાર-વિચાર)થી થાય છે. શાસ્ત્રોથી નહિ.”

  આવા ઉત્તમ લેખો મુક્ત રેહજો કારણ કે લેખ દ્વારા પણ સારો સત્સંગ થતો હોય એવી અનુભૂતિ થયા વિના રેહતી નથી.

  Comment by Nilesh Mehta — July 28, 2010 @ 12:57 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: