Hiral's Blog

July 25, 2010

આવું કોણે રે બનાવ્યું?

Filed under: own creation,poem,Thought — hirals @ 11:55 am

સૂરજનાં કિરણોથી જીવનસંચાર,

પવનની આછી લહેરથી મન હરખાય,

લીલાં ઝાડ-છોડ ને વેલની શોભા અવનવી,

એમાં રંગ-બેરંગી ફળ-ફુલ નો શણગાર,

આવું કોણે રે બનાવ્યું?

ખળ ખળ વહેતું પાણી જો ને રે,

પર્વતની વચ્ચેથી ઝરણું કેવું સોહાય,

પ્રકૃતિના અચળ નિયમોમાં,

આ ચંચળ મનના સર્જન પણ અનોખા,

આવું કોણે રે બનાવ્યું?

સૃષ્ટિમાં જીવો અનેક છે આપણી જેમ જ,

કોઇ ઉંચ – નીચના વાડા ના કરાય,

પ્રકૃતિદત્ત ઇચ્છાશક્તિની દોરીએ,

પુરુષાર્થના રંગે સૌ અલગ અલગ પરખાય,

આવું કોણે રે બનાવ્યું?

3 Comments »

  1. હિરલ,

    ખુબજ ભાવ અને અધ્યાત્મ થી ભરપુર આ નાનકડું કાવ્ય ઉત્તમ લાગ્યું.

    પ્રશ્નો ની સાથે રજુ કરેલ “દર્શન” ખુબજ ધારદાર છે. આવું નવું નવું લખતા રહો અને રસ પાન કરાવતા રહો.🙂

    Comment by Nilesh Mehta — July 28, 2010 @ 1:04 pm | Reply

  2. શ્રી હિરલબહેન,

    જુદા જુદા બ્લોગ ઉપર આપના પ્રતિભાવો વાંચુ છું, આનંદ આવે છે.

    રચનાના ત્રણે ભાગ સરસ થયા છે. છેલ્લો વિભાગ માનવને વધારે સ્પર્શે છે.

    સૃષ્ટિમાં જીવો અનેક છે આપણી જેમ જ,
    કોઇ ઉંચ – નીચના વાડા ના કરાય,
    પ્રકૃતિદત્ત ઇચ્છાશક્તિની દોરીએ,
    પુરુષાર્થના રંગે સૌ અલગ અલગ પરખાય,
    આવું કોણે રે બનાવ્યું?

    જેમ જેમ અધ્યાત્મનો અભ્યાસ કરતા જઈએ તેમ તેમ સમજાય છે કે આવું બધું બનાવનાર કોઈ આપણી બહારનો નથી પણ આપણી અંદર જ રહેનાર કશુંક છે. જેને જુદા જુદા દાર્શનિકો આત્મા, ચૈતન્ય, જીવ વગેરે નામથી ઓળખે છે.

    Comment by Atul Jani (Agantuk) — July 28, 2010 @ 5:24 pm | Reply

    • આપનો આભાર અતુલભાઇ,

      મને તો ખ્યાલ જ નંઇ કે તમે મારી કમેન્ટ ધ્યાનથી વાંચતા હશો.

      તમારી વાત સાચી છે, જેમ જેમ અનુભવ કરીએ તેમ તેમ સમજાય કે ચૈતન્ય કે દિવ્ય શક્તિ કે શુધ્ધ આત્મા દરેક જીવમાં છે અને આપણને સારું-તંદુરસ્ત જીવન જીવવાની ચાવી આ દિવ્ય શક્તિની ઓળખથી જ મળે છે.

      Comment by hiral — July 29, 2010 @ 8:52 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: