Hiral's Blog

July 24, 2010

ઉત્તરાધ્યાન સુત્રમાંથી (દ્રુમપત્રક – વૃક્ષનું પાંદડું) દસમું અધ્યયન

ગૌતમને ઉદેશીને ભગવાન મહાવીર બોલ્યા.

૧) પીળું જીર્ણ પાંદડું જેમ રાત્રિના સમૂહો પસાર થયે (કાળ પૂરો થઇ ગયા પછી) પડી જાય છે તેમ મનુષ્યોનું જીવન પણ આયુષ્ય પૂર્ણ થયેથી પડી જાય છે. માટે હે ગૌતમ। સમય માત્રનો પ્રમાદ ના કર।

૨) દાભડાના અગ્ર ભાગ પર અવલંબીને રહેલું ઝાકળનું બિંદુ જેમ થોડીવાર જ રહી શકે છે તે જ પ્રકારે મનુષ્યોના જીવનનું સમજી હે ગૌતમ। સમય માત્રનો પ્રમાદ ના કર.

૩) વળી બહુ વિધ્નોથી ભરપૂર અને ઝડપથી ચાલ્યા જતા (નાશવંત) આયુષ્યવાળા જીવતરમાં પૂર્વે કરેલા દુષ્કૃત્યોને જલ્દી દૂર કર. હે ગૌતમ । એમાં ક્ષણનો પણ પ્રમાદ ના કર.

૩૪) હે ગૌતમ! મોટા સમુદ્રને તું ખરેખર લગભગ તરી ગયો છે. હવે વળી કાંઠા સુધી આવી કેમ ઉભો રહ્યો છે? આ પાર આવવા માટે શીઘ્રતા કર! ક્ષણમાત્રનો પણ પ્રમાદ ના કર.

૩૬) હે ગૌતમ! ગામ કે નગરમાં જતાં પણ સંયમી, જ્ઞાની અને નિરાસક્ત થઇ વિચર. શાન્તિમાર્ગ (આત્મશાંતિ) ના માર્ગમાં વૃધ્ધિ કર, ક્ષણ માત્રનો પણ પ્રમાદ ના કર.

૩૭) આવી રીતે અર્થ અને પદોથી શોભતું અને સદભાવનાથી કહેવાયેલું ભગવાનનું કથન સાંભળ્યા પછી ગૌતમ , રાગ અને દ્રેષ બંને છેદીને સિદ્ધ ગતિમાં ગયા.

Source: ઉત્તરાધ્યાન સુત્રમાંથી (દ્રુમપત્રક – વૃક્ષનું પાંદડું) દસમું અધ્યયન

1 Comment »

  1. પ્રમાદ પર ખુબજ ઉત્તમ બોધ. ખરેખર, પ્રમાદ ને અધીન થઇ ને ઘણી વાર મનુષ્યો પોતા ના મુખ્ય ધ્યેય થી વિમુખ થઇ જતા હોય છે. વ્યવહારિક અને પારમાર્થિક એમ બંને બાબતો માં આગળ વધવા માટે પ્રમાદ ને પરાસ્ત કરવો ખુબજ જરૂરી છે. આવું કથાન અમારા ગુરુદેવ હંમેશ કેહતા હોય છે.

    Comment by Nilesh Mehta — July 28, 2010 @ 1:01 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: