Hiral's Blog

July 22, 2010

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

Filed under: poem — hirals @ 3:15 pm

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું

દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું

માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું

ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું

– મુનિ શ્રી ચિત્રભાનુ

2 Comments »

  1. એક દમ આનંદ આવી ગયો, આ પ્રાથર્ના વાંચ્યા બાદ. એમની પાછળ નું કારણ એ છે કે હું જયારે ભાવનગર ભણતો હતો ત્યારે નિશાળ માં આ પણ ગવરાવવા માં આવતું હતું.
    ત્યારે પણ આ ગાઈ ને અંદર થી એવો ભાવ આવતો હતો કે ખરેખર આપણું જીવન અન્ય લોકો ને મદદરૂપ થવા માટે જ છે અને ઘણું બધું.

    Comment by Nilesh Mehta — July 28, 2010 @ 12:47 pm | Reply

  2. આનાથી ઉત્તમ પ્રાર્થના હજી સુધી મળી શકી નથી. સર્વ શાસ્ત્રોના સારરૂપ.

    Comment by Chirag — August 2, 2010 @ 3:45 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: