Hiral's Blog

July 22, 2010

કર્તવ્ય પાલન.

Filed under: own creation,Thought — hirals @ 2:00 pm

સામાન્યરીતે આપણે જ્યારે પણ દુઃખી થઇએ છે કે જ્યારે પણ મનદુઃખ થાય એવાં કડવાં અનુભવો થાય છે તો એમાં એક જ વાત મુખ્ય હોય છે. કર્તવ્યપાલન માં એક કે બીજી રીતે થયેલી ચુક.

આપણાં રોજીંદા જીવનમાં, આપણાં લોકો સાથેનાં આપણાં વ્યવહારમાં જ્યારે જ્યારે પણ કોઇ પોતાના કર્તવ્યમાંથી ચુકે છે ત્યારે જ લાગણીશીલ સંઘર્ષ શરુ થાય છે.આ વાત દરેક સંબંધમાં , દરેક ક્ષેત્રે લાગુ પાડી શકાય.

સંતાનોનું માતા-પિતા પ્રત્યેનું કર્તવ્ય પાલન. માતા-પિતાનું સંતાનોને યોગ્ય સંસ્કાર આપવાનું કર્તવ્ય પાલન. ભાઇ-ભાઇ સાથેના સંબંધમાં કે પતિ-પત્નીનાં સંબંધમાં પણ આમ જ બને છે.

વિધ્યાર્થી પોતે સમજે કે એ વિધ્યાનો અર્થી છે. શાળાજીવન કે કોલેજ જીવનમાં યોગ્ય વિધ્યાભ્યાસ એનું કર્તવ્ય છે. તો એ શ્રેષ્ડ વિધ્યાર્થી બની શકે. એક શિક્ષક પોતે યોગ્ય શિક્ષણ આપવાનાં ધ્યેયમાં પોતાનું કર્તવ્ય સમજે તો જ એ યોગ્ય ગુરુ બની શકે. આવું દરેક ક્ષેત્રે છે. અને દરેક ક્ષેત્રમાં આવા કર્તવ્ય પાલનનાં ગુણોવાળી વ્યક્તિઓ જ દેશને આગળ લઇ જાય છે. ઘણીવાર આપણે લાગણીથી સમાજસેવા માટે ખેંચાણ અનુભવીએ એવું બને છે. આ સાચે જ આપણાં નિર્મળ હ્ર્દયની નિશાની છે. પણ આ જ નિર્મળ હ્ર્દય મોટા પાયે પુરુષાર્થ કરવામાં વપરાય તો ઘણી વધારે સારી રીતે સમાજસેવાનાં કાર્યો કરી શકીએ છીએ એવું મેં જોયું છે.

અહિં હું મને ગમતા કેટલાક દાખલા આપીશ.

૧. નારાયણ મુર્તિ કે બીલ ગેટસ કે ટાટા ચેરિટેબલ ટ્રસ્ટનાં દાન કાર્યને આપણે કયા શબ્દોમાં મુલવી શકીએ એની મને જાણ નથી. પણ જો સુક્ષ્મ અવલોકન કરીશું તો આ લોકોએ ખરેખર સંત જેવી જીંદગી જીવી હોય એવું લાગે. અથાક પુરુષાર્થથી એમણે જે સિધ્ધિઓ હાંસલ કરી એમનાં કાર્યક્ષેત્રમાં એ માત્ર ને માત્ર પુરુષાર્થ અને કર્તવ્યપરાયણ વ્યક્તિત્વ કહી શકાય.

આ લોકોમાં પણ ઘણી સંવેદનશીલતા છે, જેથી ચેરિટેબલ ટ્રસ્ટો દ્રારા હવે દેશ અને દુનિયામાં ઘણાં સારા કાર્યો એ લોકો કરી શકે છે. પણ પ્રશ્ન એ થાય કે શું આ લોકો પોતાનાં ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યા વગર જ સમાજસેવાનાં કાર્યોમાં ના જોડાઇ શક્યા હોત? એ લોકોએ પણ ક્યારેક એવો વિચાર કર્યો હશે. પણ એમને મુખ્યવાત પોતાનું વર્તમાન કર્તવ્ય લાગ્યું હશે. જેનાં કારણે એ લોકો પોતાનાં ભણતર, જ્ઞાન અને કાર્યકુશળતાથી એક જાતની ક્રાંતિ કરી શક્યા હશે.

૩. આવું જ મેં એક ડૉ. અંકલ માટેના અનુભવમાં જાણેલું. એ આંખરોગ ના નિષ્ણાત હતાં અને વિના મુલ્યે ઘણાં જરુરિયાતમંદનું  નિદાન કરતાં. ખાસ કરીને વૃધ્ધો પાસેથી ક્યારેય ફીના પૈસા ના લેતાં.

૪. એક બીજાં ડૉ. દીદી, જે પોતાના કાર્યને એટલું ચાહે છે પણ સાથે સાથે સમાજમાં પોતાની જરુરિયાત માટે પણ એટલાં જ દ્રઢનિશ્યી છે. અને એમણે ઝુંપડપટ્ટીમાં જ દવાખાનું ખોલ્યું છે જ્યાં ખુબ ઓછા પૈસે કે વિનામુલ્યે એ ગરીબ દર્દીઓની સેવા કરે છે. અને એ દ્રારા જ એક એન. જી. ઓ સાથે સંકળાયેલા છે.

૨. મારી મમ્મીનાં ખાસ ફ્રેંન્ડ ગામડાની એક કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતાં હતાં, હાલમાં રિટાયર્ડ થયા છે. દેખાવે ખુબ રુપાળા, પણ એમણે પહેલેથી જ લગ્ન નહિં કરવાનો નિર્ણય કરેલો. સાદાઇનું જીવન અને રુઆબભેર નોકરી. યોગ્ય બચત તો હોય જ. એમને ઘણીવાર એમની ફ્રેંન્ડ કે સગા-વહાલા અમેરિકા અને યુ.કે ફરવા બોલાવે. તો એમણે કહેલું એક વાક્ય મને જીવનભર યાદ રહી જશે. હું ફોરેનનું લીલુ ઝાડ જોઇને શું કરીશ? એટલા રુપિયામાં તો કેટલાય ગરીબ વિધ્યાર્થીઓ ભણી શકે. હા, એમણે શરુઆતથી ઘણાં વિધાર્થીઓને આર્થિક મદદ કરી છે. અને હવે રિટાયર્ડ થયા પછી પણ એમને પોતાની બચત વાપરવાનો એક માત્ર એક જ રસ્તો દેખાય છે.

મેં એમને એકવાર પુછેલું તો માસી, તમે સાધ્વી કે એવું કશું થવાનું કેમ ના વિચાર્યું?  ભ્રામણ છે અને ઘણા અભ્યાસી પણ છે તો એમણે કહ્યું “મને જે બુધ્ધિ અને આવડત મળેલાં એ સામાન્યરીતે અમારા જમાનાની છોકરીઓમાં નહોતાં, વળી બીજીવાત કે આપણને ભગવાને જે કાર્યક્ષેત્ર માટે યોગ્ય લાયકાત આપી હોય એમાં જ આપણું કર્તવ્ય સમજીને આપણે પોતાનો અને બીજાનો સાક્ષાત્કાર કરી શકીએ. ભિક્ષા માંગીને શું થાત? મારા જીવન અને મારા કાર્ય દ્રારા મેં જાણે – અજાણે ઘણાં વિધાર્થીઓને જીવનની સાચી રાહ બતાવી હશે.

એમની વાત પરથી મને યોગ્ય શીખ મળી કે “સમાજસેવા આપણાં કાર્યક્ષેત્ર થકી પણ તો આપણે કરી જ શકીએ છીએ”.

Advertisements

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: