Hiral's Blog

July 9, 2010

ઉત્તરાધ્યાન સુત્રમાંથી કપિલમુનિની વાર્તા

મન એ જ બંધન અને મોક્ષનું કારણ છે. મનનો દુષ્ટવેગ બંધન કરે છે અને મનની નિર્મળતા મુમુક્ષુતા જગાડે છે. ચિત્તનું અનિયંત્રિતપણું ક્યાં સુધી ઘસડી જાય છે! અને અંતરાઅત્માનો એક જ અવાજ લક્ષ્ય આપવાથી કેવી રીતે અધઃપતનમાંથી બચાવી લે છે? ‘કપિલ મુનિશ્વર’ કે જે આખરે અનંત સુખ પામી મુક્ત થયા છે તેના પૂર્વજીવનમાંથી તેનો મૂર્તિમાન બોધપાઠ અહિં મળી શકે છે.

કપિલ કૌશાંબી નગરીમાં વસેલા , એક ઉત્તમ એવા બ્રાહ્મણ કુળમાં જનમ્યા હતા. યુવાન વયમાં માતાની આજ્ઞાથી શ્રાવસ્તી નગરીમાં આવી એક દિગ્ગજ પંડિતને ત્યાં વિધાઅધ્યયનમાં લાગી પડ્યા હતા. યૌવન એક નશો છે. એ નશાને વશ થઇ કૈંક યુવાનો માર્ગને ભૂલી જાય છે.

કપિલ પોતાનો માર્ગ ચૂક્યા. વિષયોની પ્રબળ વાસના જાગી. વિષયોની આસક્તિથી સ્ત્રીસંગનો નાદ લાગ્યો. સ્ત્રીસંગની તીવ્રત્તર લાલસાએ પાત્ર-કુપાત્રને પારખવા ના દીધું. અને એ કૃત્રિમ સ્નેહના ગર્ભમાં રહેલી વિષયના ઝેરી વાસનાને પોષનાર તેવું જ એક સમાન પાત્ર શોધી લીધું અને સંસાર વોલાસી જીવોને સર્વોત્તમ લાગતા એવા કામભોગને ભોગવવા લાગ્યા. વારંવાર ભોગવવા છતાં તેને જે રસની પિપાસા છે તે સાંપડતી નથી. અને તેમ તેમ અજ્ઞાનતાથી વિવશ થઇ અધઃપતનની ખાડમાં નીચે ને નીચે ઘસડાતા જાય છે.

એકાદ લક્ષ્મી અને સાધનોથી હિન અને દિન બનેલા તે પત્નીની પ્રેરણાથી મહારાજના દરબારમાં (પ્રતિદિન પ્રાતઃ કાલમાં પ્રથમ આવનારને સોનામહોર આપવાનું પ્રણ છે) જવા રાત્રિના છેલ્લા પ્રહરે નીકળે છે. ત્યાં ચોર ધારી રાજપુરુષો વડે પકડાય છે. ત્યાંથી મહારાજાની અનુકંપા વડે છૂટો થાય છે અને મહારાજા તેના પર પ્રસન્ન થઇ ઇચ્છા મુજબ વરદાન માંગવાનું કહે છે.

કપિલ વિચારમાં પડે છેઃ ‘આ માંગુ તે માંગુ તેની લાલસા એટલેથી તૃપ્ત થતી નથી. આખરે આખું રાજ્ય માંગવા તેનું મન લલચાય છે. અને જેવું તે વચન બહાર કાઢવા જાય છે તે જ ક્ષણે અચાનક અંતઃકરણનો અવાજ આવે છે કે રાજ્ય મેળવ્યા પછી પણ તૃપ્તિ ક્યાં હતી?

કપિલનું ર્હ્યદય સ્ફટિક જેવું નિર્મળ હતું. તેથી એકાએક કપિલનો વિચારવેગ વળી જાય છે. ભોગોમાં ક્યાંય તૃપ્તિ જ નથી. લાલસાના પરિણામે બે માસા (સુવર્ણનો સિક્કો) માટે આવેલો હું રાજ્ય માંગવા તત્પર થયો છતાં તેમાં પણ તૃપ્તિ ક્યાં?

આખરે એ પૂર્વયોગીશ્વરનાં પૂર્વ સંસ્કારો જાગૃત થઇ ગયા. સાચા સુખનો માર્ગ સમજાયો. અને તે જ વખતે તેણે સૌ કંઇ બહારની ગણાતી મિલકતનો મોહ ક્ષણવારમાં ત્યાગી દીધો. બે માસાની પણ જરુર તેને લાગી નહિ. મહારાજા અને સૌને વિસ્મિત કરી મુક્યા અને પોતાના અંતઃકરણને જાગૃત કરી દીધું.

સંતોષ સમાન સુખ નથી. તૃષ્ણા એ જ દુઃખની જનની છે. તૃષ્ણા સમાવવાથી તે કપિલનાં અનેક આવરણો ક્ષય થયાં. તેનું અંતઃકરણ પ્રફુલ્લિત બન્યું, ઉત્તમોત્તમ ઉત્તમ ચિંતનના પરિણામે આત્મધ્યાન કરતાં કરતાં કેવલ્યને પામ્યો.

source:  ઉત્તરાધ્યાન સુત્રમાંથી (કપિલમુનિ સંબંધી આઠમું અધ્યયન)

Advertisements

1 Comment »

  1. ઉત્તમ બોધ ! પૂર્વ સંસ્કારોએ તેમને બચાવી લીધા. પરંતુ બધા માટે કદાચ એ શક્ય ના પણ બને. એટલે જ ગુરુનું ખુબ જ મહત્વ કહેવામાં આવ્યું છે.

    Comment by Uday Trivedi — July 9, 2010 @ 1:37 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: