Hiral's Blog

July 2, 2010

ઉત્તરાધ્યાન સુત્રમાંથી (કંઇક જાણવા જેવું)

 પ્રાણીમાત્રને આ ચાર ઉત્તમ અંગો (જીવન વિકાસનાં વિભાગો) પ્રાપ્ત થવા આ સંસારમાં દુર્લભ છે. 
 
૧. મનુષ્યત્વ

૨. શ્રુતિ (સત્ય શ્રવણ)

૩. શ્રદ્ધા (અડગ વિશ્વાસ)

૪. સંયમની શક્તિ

નોંધઃ મનુષ્યત્વ એટલે મનુષ્યજાતિનો વાસ્તવિક ધર્મ. મનુષ્યદેહ મળ્યા પછી પણ મનુષ્યત્વ પ્રાપ્ત કરવાનું હોય જ છે.

મનુષ્યત્વનાં વાસ્તવિક ચાર અંગો છે.

૧. સહજ સૌમ્યતા

૨. સહજ કોમળતા

૩. અમત્સરતા(નિરાભિમાન પણું)

૪. અનુકંપા

આટલી સારાસારની વિચાર યોગ્યતા પછી જ સતવસ્તુઓનું શ્રવણ થાય. શ્રવણ થયા પછી જ સાચો વિશ્વાસ જાગે. વિશ્વાસ થાય એટલે અર્પણતા પ્રાપ્ત થાય અને આટલી અર્પણતા પછી જ ત્યાગ સંભવે.

 source:  ઉત્તરાધ્યાન સુત્રમાંથી. (ચાર અંગ સંબંધી ત્રીજું અધ્યયન) 

 

  

Leave a Comment »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.