Hiral's Blog

June 30, 2010

લીડ્સ અનુભવ

Filed under: Experience to share,own creation — hirals @ 4:36 pm

સંયમમાં જ મનને સ્થાપવું અને ઉપસર્ગો આવે તો તેને દ્ર્ઢ મનથી સહન કરવાં. પણ ભયભીત (બીકણ) થઇને બીજી જગ્યાએ ન જવું.

હું આ પ્રમાણે ઉત્તરાધ્યાનમાં છેલ્લા વાક્યો વાંચીને શાક-ભાજીની ખરીદી કરવા નીકળી. મારાં મગજમાં આ જ બધા વિચારો રમી રહ્યા હતાં. કેટલાંક સવાલો પણ હતાં. છતાં ભગવાનની આજ્ઞામાં એમનો અનુભવ હશે એવી શ્રધ્ધા હતી.

——–

છેલ્લા ૧૮ મહિનામાં મને ક્યારેય અહિં રંગભેદની નીતિનો અનુભવ નથી થયો. છુટા-છવાયા બનાવો ક્યારેક બને છે પણ અહિં કાયદા કડક છે અત્યારની તારીખે.

હું મોરીસન (મોલ) પગપાળા જ જઇ રહી હતી કેમકે તે ૧-૨ કીમી જ દુર છે. વાતાવરણ પણ અત્યારે સરસ છે એમ વિચારી હું ઘરની બહાર નીકળી. રસ્તામાં હું ફોન પર મારા ઘરે વાત કરતાં કરતાં જઇ રહી હતી.

મેં દુરથી ૬-૮ ટીન-એજ છોકરા અને ૧ છોકરીનું ટોળું જોયું કે એ લોકો મસ્તીના મુડમાં છે. મને એમાં કાંઇ નવું ના લાગ્યું અને હું આગળ વધતી હતી. સામાન્ય રીતે રોડ પર ક્યારેક જ અવર-જવર હોય છે પણ આ એરિયા સેઇફ છે. અને હું લગભગ રોજ આ રસ્તે એકલી જ જાઉં છું.

પણ જેવી હું એ ટોળાની નજીક પહોંચી એ લોકોએ બે પાણી ભરેલા ફુગ્ગા મારા પર ફેંક્યા. 

અને મને જોઇને એ લોકો અંદર અંદર બિભિત્સાથી હસી રહ્યા હતા.

મને સ્વાભાવિક જ ના ગમે એવું હતું. પણ શાળાના તોફાની છોકરાઓ છે એમ વિચાર કર્યૉ.  અને બીજું એ લોકો કુલ ૮-૯ જણા હતા અને હું એકલી. કશું જ રીયેક્ટ કર્યા વગર અને બીલકુલ ડર્યા વગર (૨-૫ મિનિટ પહેલા જ મેં આ વાત વાંચી હતી) હું મોલ પહોંચી અને હવે મેં પોલીસને ફરિયાદ કરી. કંપલેઇન નં 1431, 30th june. પોલીસનો સપોર્ટ છે. એકદમ શાંતિથી મારી વાત સાંભળીને મારી કંપલેઇન નોટ કરી. થોડીવાર પછી એક બીજા ઓફીસરે મને ફોન કરીને વિગત પૂછી અને કોઇ જાતની ચિંતા નહીં કરવા જણાવ્યું અને પૂછ્યું પણ ખરું કે મારે કોઇ સીક્યોરિટી જોઇએ છે શું?  એટલે હાલ પુરતું તો કાંઇ બીજી ચિંતા કરવા જેવી નથી.

——

અન્યાય સહન કરવો એ પણ અન્યાય જ છે એવું મારા સ્વભાવમાં વધારે છે. પણ સમયસુચકતા વાપરીને હું યોગ્ય રસ્તો કાઢી શકી એવું હું વિચારી રહી હતી. કેમ કે રીયેક્ટ કરત તો શું પરિણામ આવશે એ કહેવું મુશ્કેલ હતું. પાછા વળતી વખતે મને મારી બીજી ૨ ફ્રેંન્ડ રસ્તામાં મળી. મેં એમને આ બનાવની વાત કરી તો જાણવા મળ્યું કે આ કોઇ ચોક્ક્સ ટોળકી છેલ્લા ૧ મહિનાથી અહિં બધાને હેરાન કરે છે. બધા પોલિસ ફરિયાદ કરી રહ્યા છે પણ એ લોકો રંગેહાથ પકડાતા નથી અને સ્કૂલના છોકરાઓ છે.

4 Comments »

  1. You did the right thing by informing police. If you had camera phone, from safe distance, you should have taken a picture of this group, that may help police. Take care.

    Comment by Jigar Mehta — June 30, 2010 @ 5:14 pm | Reply

    • Hi Jigar,

      I never knew that you are following my blog. Yes, camera phone is a good option. I had that but I was on call with my grand-mother in law. It was not good option to cut the call or to take their picture from close distance…Yes, as you said, next time onwards can take their picture from safe distance.

      Comment by hirals — June 30, 2010 @ 5:29 pm | Reply

  2. Be careful- especially at odd times. Kingsbury circle?

    Comment by પંચમ શુક્લ — June 30, 2010 @ 5:19 pm | Reply

    • Hello Shuklaji,

      I never knew that you visit my blog…..Nice to see your concern. It is Near to Leeds City Center.

      Comment by hirals — June 30, 2010 @ 5:30 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a reply to hirals Cancel reply

Blog at WordPress.com.