Hiral's Blog

June 30, 2010

પૂજ્ય મમ્મી ને પત્ર

Filed under: Education,Letter series,own creation,Thought — hirals @ 2:12 pm

પૂજ્ય મમ્મી,

બસ તમને કંઇક કહેવાની ઇચ્છા થઇ જે આ કાગળ પર ઉતરી રહી છે.

તમે ભૌતિકરીતે મારાથી દુર છો પણ મારી અંદર તમારી વાતો મારા રોજિંદા જીવનમાં એવી રીતે વણાયેલી છે જે અમુલ્ય છે. હું બધી રીતે સુખી છું એવો ભાવ લગભગ હંમેશા મારી અંદર રહે છે. અને જ્યારે મન વિચલીત થાય ત્યારે તારી વાતો યાદ કરવાથી મને મારા પ્રશ્નોના જવાબ હંમેશા મળી રહે છે.

મેં તમારા જેટલી જીંદગી જોઇ નથી. પણ તમારી કેળવણી મારા દરેક શ્વાસમાં શ્વસે છે. આજે હું તને જણાવીશ કે હું તને યાદ કરું તો તારી કઇ કઇ ખાસ વાતોને યાદ કરું. જે મને હંમેશા યાદ રાખવી પણ છે.

૧) જવાબદાર બનવું (દરેક કામ અને દરેક સંજોગોમાં) જવાબદાર બનવાના ઘણા ફાયદા છે).

૨) પોતાની ફરજો પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવું. (આમ કરવાથી મને ઘણા ફાયદા થયા છે).

૩) પારકી આશ – સદા નિરાશ (કોઇએ મારું આ કામ કરવું જોઇતું હતું કે તે કામ કરવું જોઇતું હતું એવો વિતંડવાદ મને ભાગ્યે જ સતાવે છે.)

૪) ભગવાન પાસે ક્યારેય કોઇ સાંસારિક ફળ માંગવા નહિ. અને જો કાંઇ માંગવું જ હોય તો સત્સંગ અને સ્વાધ્યાય જ ભગવાન પાસે માંગવા. (આ વિચારો વહેતા થયા અને આ વિચારો પર અમલ કરવાથી મારું મન હંમેશા આનંદી જ રહે છે.

૫) કોઇની ઇર્ષા કે અદેખાઇ કરવી નહીં. દરેકને પોતાના કર્મોનું ફળ મળે છે એ વાત હંમેશા ધ્યાનમાં રાખવી. (આ વાત વારંવાર વિચારવાથી મને સહજ રીતે જ ધીમે ધીમે ઇર્ષાના ઝેરમાંથી છુટકારો મળતો જાય છે. અને મારાં સંબંધો હું આ ગુણ કેળવવાથી સારી રીતે સાચવી શકુ છું. ક્રમે કરીને એવી અવસ્થાએ પહોંચવું છે જ્યાં જરા પણ સ્વભાવમાં ઇર્ષા ના આવે )

૬) કોઇનું સારું ના થાય તો કાંઇ નહીં પણ કોઇનું ક્યારેય ખરાબ તો ના જ કરવું. (આ વાત વિચારવાથી હંમેશા સ્વભાવમાં જાગૃતિ રહે છે કે હું શું બોલું છું કે હું આવું કે તેવું શું કામ વિચારું છું?)

૭) નિંદા કરવી નહિં. સૌ સૌના સ્વાબાવ મુજબ વર્તે છે. દરેક જણ પોતાના કર્મોથી બંધાયેલો છે. (આ વાત અમલમાં મુકવી ઘણી અઘરી છે પણ તમારા જીવનમાંથી ઉતારવાની કોશિષ જરુર કરુ છું)

૮) હંમેશા ઉંચી ભાવના રાખવી. (ઘણીવાર સંજોગો વસાત મન બગડે છે પણ પાછુ કાબુમાં આવી જ જાય છે કે મારી ભાવના ઉંચી જ હોવી જોઇએ.)

૯) સારું વાંચન સ્વર્ગનું સુખ (તમે આ વાત શીખવાડીને મારા ઉપર પરમ ઉપકાર કર્યો છે)

૧૦) હિંમતે મર્દા તો મદદે ખુદા (ક્યારેય પણ પોતાને નીચો માનવો નહિં કે પોતાને અસહાય વિચારવો નહીં) અરિહંત પરમાત્મા હંમેશા મારી સાથે જ છે એવી અડગ શ્રધ્ધા રાખવી.

૧૧) આત્મવિશ્વાસ જ મનુષ્યની સૌથી મોટી મુડી છે. (કાંઇ પણ નવું શીખવાનો ઉત્સાહ આ એક ગુણના લીધે જીવનભર ટકી રહેશે એવો મને અંદરથી વિશ્વાસ છે)

૧૨) જીવનમાં માણસ સંજોગો કરતા સ્વભાવે વધારે દુઃખી થાય છે (મમ્મી જીવનભર તારા મોઢે બોલાયેલું આ વાક્ય નૈતિક હિંમત એટલી વધારે છે કે ના પૂછ વાત)

૧૩) આચારે/આહારે વિચાર ને વિચારે લક્ષ્મી (આપણા ઘર પ્રમાણે શુધ્ધ -સાત્વિક ભોજન, સદાચારી આચરણ મારા વિચારોની પુષ્ટીમાં મને સહાયરુપ થાય જ છે એ હું અનુભવે સ્વીકારું છું)

ઘણીવાર હું લોકોને વગર કારણે , નાહકના દુઃખી થતા જોઉં તો મને એમ થાય કે મારા પર ઇશ્વરની ઘણી કૃપા છે. સ્વાભાવિકરીતે આપણે જ્યારે દુઃખી હોઇએ ત્યારે આપણને પ્રશ્ન થાય કે મારી સાથે જ કેમ આમ થાય છે? પણ મને દુઃખી થવાના મોકા કુદરત બહુ ઓછા આપે છે. અને આપે પણ છે તો ઘણું શીખવાડે પણ છે.

તો મને એમ થાય કે મારી સાથે જ કેમ આવું સારું સારું થઇ રહ્યું છે?

આ પ્રશ્નના જવાબમાં મને મારા ભાગ્ય પર, અને મારા પોતાના કર્મો પરનો વિશ્વાસ દિવસે ને દિવસે વધતો જાય છે. અને એટલે જ મારી અંદર સતત મારા જીવન, મારા વિચારો વિશે મનોમંથન ચાલ્યા જ કરે છે. કોઇ ખાસ જવાબદારી રુપે મને આવી આત્મપ્રેરણા મળતી હોવી જોઇએ. અને એટલે જેટલું થાય કે જેટલું સુઝે એ પ્રમાણે હું સતત મારી જવાબદારીઓ પ્રત્યે સજાગ રહેવાની કોશિષ કરું છું.

બાકી તો તારું જીવન જ ઘણીવાર મારા જીવનનું ચાલકબળ છે. દરેક સંજોગોમાં મેં તને હંમેશા હસતી જ જોઇ છે. એ કળા તને કુદરતી હસ્તગત છે. સામાન્ય રીતે આપણે સ્ત્રીઓ હંમેશા હસતા રહેવાની કળામાં નિપુણ નથી. હું પોતે પણ નથી. પણ તને યાદ કરું તો હસી પડાય છે એ વાતની તને ચોક્કસ ખાતરી આપી શકુ.

તારા આશિર્વાદની અભિલાષી,

લિ.

હિરલ.

Advertisements

8 Comments »

 1. Hi , Hiral
  you have very good quality of writing such a good blog. i like a lot.
  keep writing.

  Comment by Khushbu — June 30, 2010 @ 7:32 pm | Reply

 2. ખુબ જ ભાવભર્યો પત્ર. મમ્મી પ્રત્યેનો ઊંડો આદર અને પ્રેમ તમારા શબ્દે શબ્દે દેખાય છે. મમ્મી ને યાદ કરતી વખતે યાદ આવતી વાતો તો દરેકે રોજ વાંચવા જેવી છે. વ્યક્તિગત સાધના માટે એ બહુ ઉત્તમ સહાયક બની શકે. તમારામાં આધ્યાત્મિક વિકાસ નું બીજ પહેલેથી છે જ. હવે સાધના દ્વારા એ તેના યોગ્ય મુકામે પહોચશે જ.

  Comment by udaytrivedi — July 1, 2010 @ 3:51 am | Reply

  • Pujya bhai ne Patra, Pujya papa ne patra, Pujya Bahen ne ptra…aa subjects par bi jara lakhva vinanti….

   Comment by Siddharth Shah — July 1, 2010 @ 5:27 am | Reply

 3. Excellent content.

  Simple and concise.

  Yes, mother is first Guru. All the useful guidelines we all received from mother. This post reminds us about it.

  Keep it up

  -Manish

  Comment by Manish — July 1, 2010 @ 7:06 am | Reply

 4. અતિ ઉમદા સરવાણી

  લતા હિરાણી

  Comment by readsetu — July 2, 2010 @ 6:47 pm | Reply

 5. હેતલ,
  તમારો તમારા મમ્મી પર નો પત્ર તમારી આધ્યાત્મિક સાધના પ્રત્યે નો જુકાવ સ્પષ્ટ વ્યક્ત કરે છે. તમે દર્શાવેલ દરેક બાબત આત્મ
  -જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ના પગથિયા સમાન છે. લખતા રહેજો.

  Comment by Nilesh Mehta — July 15, 2010 @ 12:59 pm | Reply

 6. Like it

  Comment by NIrav — January 17, 2011 @ 5:54 am | Reply

 7. અતિ ઉમદા અને ભાવનાશીલ હ્રદયના દર્શન થાય છે … mother like daughter !

  Comment by Paru Krishnakant — January 17, 2011 @ 4:18 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: