Hiral's Blog

June 14, 2010

વિધિનું વિધાન

Filed under: own creation,poem,Spiritual,Thought — hirals @ 1:57 pm

ફુલનાં કરમાવાથી મને અફસોસ થયો અને આ કવિતા મને ૨ જુનના રોજ સ્ફુરી, કદાચ એ ફુલને હું શબ્દોની શ્રધ્ધાંજલિ સિવાય કાંઇ આપી શકું તેમ નહોતી.

પણ મારી અંદર આ વિધિનું વિધાન ક્યાંય સુધી ગડમથલ કર્યા કર્યું અને ૧૦ જુનના રોજ “કોયડો” ની સ્ફુરણા થઇ.

હું કોઇ કવિયત્રી નથી અને મારા શબ્દોમાં કોઇ પ્રાસ પણ ના હોય, બસ જે સ્ફુર્યું એ વિચારો લખીને સાચવવાનો પ્રયાસ કર્યો. જેથી હું આ વિધિના વિધાન માટે સજાગ રહી શકું  અને  કોયડાના ઉકેલ પર અમલ કરી શકું.

————————————————————

મેં કુંડામાં વાવ્યો એક છોડ.

સુર્યપ્રકાશ ને હવા-ઉજાસ એને મળતાતાં પુરતાં પ્રમાણમાં,

છોડને મેં સીંચ્યું હતું ખાતર ને પાયું પાણી રોજ, 

એક દિવસ ઉગી નીકળી એક નાનકડી કળી મારા છોડ પર,

હું તો એવી હરખાઇ, એવી હરખાઇ જાણે ફુલ જોયું મેં પહેલી વાર,

રોજ સવારે, હું એ કળીને ખીલતી જોઉં ને વિચારું,

ક્યારે એ બનશે ફુલ?

ધીમે ધીમે એને મેં ખીલતું જોયું,

એટલે એ પણ મને જોઇને હરખાય,

રોજ ચાર-છ નવી પાંદડી ઉગે મારા ફુલ પર,

જાણે જીવનમાં પ્રગતિ તો રોજ નવી પાંદડી ઉગવાને જ કહેવાય,

મારા છોડ પરનું ફુલ બન્યું મારું મિત્ર,

લગભગ એક અઠવાડિયાનો મારો ને ફુલનો સંગાથ,

પણ અરે આ શું?

મારું ફુલ રડતું હતું એક દિવસ,

મેં ક્યાંય સુધી એની સાથે કરી વાત,

પણ બીજા દિવસે ખર્યાં ૪ પાન,

મને પણ ના ગમ્યું ને મારાં ફુલને પણ,

અમે બંને લાચાર, જાણે આ જ વિધિનું વિધાન,

બીજાં દિવસે એ ફુલ છોડ પર જ કરમાયું,

પણ આ શું? ખીલી બીજી ૨ કળીઓ મારા છોડ પર,

શું છે રહસ્ય આમ ખીલવાને કરમાવા પાછળ?

મેં છોડને પૂછ્યું, સુર્ય-પ્રકાશને પુછ્યું,

હવા-ઉજાસ ને ખાતર-પાણીનેય પુછ્યું,

પણ બધાંય લાચાર,

કેમ આવું છે આ વિધિનું વિધાન?

©Hiral

1 Comment »

  1. હિરલ, ખુબજ લાગણી સભર કવિતા!!

    વિધિ નું વિધાન તો અપને ના સમજી શકીએ, પરંતુ એટલું તો ખરું કે જો ફક્ત દ્રષ્ટા બની ને જીવન જીવીએ તો આસ – પાસ બનતી ઘટના થી આપણું અંતઃકરણ દુઃખ – સુખ જેવો દ્વંદ ના અનુભવે. આમ છતાં પણ, મારા મતે કોઈ ના માંટે થય ને અનુભવાતી બેચેની ની લાગણી, રુદન વગેરે સાત્વિકતા નો જ એક પ્રકાર ગણાય. તમારું શું માનવું છે?

    Will you please let me know your gmail id, so that i can at times send you Spiritual thoughts, Stories etc… Mine is: er.nileshsmehta@gmail.com

    Comment by Nilesh Mehta — July 20, 2010 @ 12:57 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: