Hiral's Blog

June 10, 2010

કોયડો

Filed under: own creation,poem,Spiritual,Thought — hirals @ 1:22 pm
 
રોજ સવાર પડે ને સુર્ય ઉગે,
રોજ સાંજ પડે ને સુર્ય આથમે,

આ ઉગવાને આથમવા પાછળ શું કોયડો હશે?

કોયડો ઉકેલ્યો તો ખબર પડી કે

પ્રૃથ્વીની પ્રદક્ષિણાએ ભ્રમણા ઉભી કરી,

જેને નામ અપાયું ઉગવું ને આથમવું,

સુર્ય તો ત્યાં નો ત્યાં જ છે,

આપણા આત્માની જેમ જ તો વળી,

આત્મા તો એ નો એ જ જાણે કે સુર્ય,

એક જગ્યાએ આથમે તો બીજી જગ્યાએ ઉગે,

આ જીવનચક્રની પરિભ્રમણા પાછળ શું કોયડો હશે?

કોયડો ઉકેલ્યો તો ખબર પડી કે,

કર્મોની જંજાળ એટલે મારું જીવનચક્ર,

પાપ-પુણ્યની બેડીઓથી રચાયો મારો સંસાર,

એક રેલવેના પાટાની જેમ જ તો,

પણ આ જીંદગીની ગાડી જાય છે કયા સ્ટેશને?

જીંદગીની ગાડીના છેલ્લા સ્ટેશનનો શું કોયડો હશે?

કોયડો ઉકેલ્યો તો ખબર પડી,

મોક્ષમાર્ગે જવા ઉપડી આ ગાડી,

હું ને તમે, આપણે બધાં અહીં મુસાફરો,

પણ આપણે મોક્ષે પહોંચતા પહેલાં ક્યાં ઉતરી જઇએ છે?

અધવચ્ચે આવતાં સ્ટેશને ઉતરવાનો કોયડો શું હશે?

કોયડો ઉકેલ્યો તો ખબર પડી,

મોહ, માયા, રાગ-દ્વેષ, મારું, તારું વગેરે

એ બધા સ્ટેશને ઉતરી પડીએ છે આપણે,

પણ આ વખતે તો કોયડો ઉકેલ્યો જ છે,

ટીકીટ છેક મોક્ષ સુધીની કઢાવી છે આપણે,

હવે તો ઉતરીશું છેલ્લા સ્ટેશન – મોક્ષે જ,

હાંશ, હવે કોઇ કોયડો નંઈ,

કોઇ જંજાળ નંઇ, કોઇ નાના-મોટા સ્ટેશનો પણ નંઇ

મારું ધ્યેય પણ નક્કી, ને મારી ટ્રેન પણ,

મારી ટીકીટ પણ કન્ફર્મ,

રખેને હવે ઉતરશો ટ્રેન પરથી,

નહિંતો ફરીને પ્રદક્ષિણાનો ફેરો થશે આ પૃથ્વીની જેમ,

ને ફરીને ઉગવું ને આથમવું,

આ સુર્યની જેમ? જોયું, હવે ઉકેલો ફરી બધા કોયડા.

©Hiral

Advertisements

7 Comments »

 1. very nice and it’s true.

  Comment by tejal — June 10, 2010 @ 3:28 pm | Reply

 2. Good introspection and analysis revolving around day to day life.

  Comment by પંચમ શુક્લ — June 12, 2010 @ 1:58 pm | Reply

 3. Quite deep truth reveled in such a simple way… simplest and yet very profound message.. We will look forward to such insightful poems from you..

  Comment by Uday Trivedi — June 14, 2010 @ 1:13 pm | Reply

 4. A very profound poem with deep thinking.I confess. I never thought like this. What is the purpose of my birth? For that matter anybody’s birth? Surely “somebody” has decided something about it and let us breath in this world. Unfortunately the purpose of our life is lost in the worldly merry-go-round.

  Comment by Bhajman Nanavaty — June 24, 2010 @ 11:37 am | Reply

 5. Very nice introspection with good examples…

  you have mentioned it right. We are all suppose to reach upto that Station of “Moksha..” – Nirvana….

  Read my life journey at: http://www.revealsthetruth.blogspot.com

  Comment by Nilesh Mehta — June 26, 2010 @ 11:06 am | Reply

 6. બહુ જાણીતા વિષયની અત્યંત સુંદર અને રસિક રજૂઆત . તમારી પાસે સરસ કલ્પના શક્તિ છે. લખતાં રહો.
  મારા મત મુજબ …
  જીવન એવી રીતે જીવો કે,
  સવારે જન્મ અને રાત્રે મૃત્યુ. રોજ નવો અવતાર.
  એનાથી આગળ વધીને માત્ર આ ક્ષણમાં જીવતાં શિખીએ. જન્મ / પુનર્જન્મ એ તો કલ્પના છે. ઈશ્વર પણ એક કલ્પના છે.

  ઈશ્વરના જન્મ વિશે એક કલ્પના …

  http://gadyasoor.wordpress.com/2009/07/07/birth-of-god/

  Comment by સુરેશ જાની — June 26, 2010 @ 12:17 pm | Reply

 7. વાહ બેના વાહ, સુંદર અને અને સચોટ માર્ગદર્શન અંતિમ સ્ટેશન વિશે !! મારી જીંદગીનો માર્ગ અને રહસ્ય અને સફર પણ એ જ છે મોક્ષ !!

  જો આપ અથવા હુ, ઈશ્વર ને કલ્પના માનીશુ તો પછી અંતિમ સ્ટેશનનો કોઈ અર્થ જ સરતો નથી,

  અને જો અર્થ નકામો થઈ જાય તો તો મારે આપે કહેલા વચ્ચેના નાના ક્ષુલ્લક (પાપના) સ્ટેશને તો બધા જ ઉતરી જશે,

  અને ઈશ્વર કાલ્પનિક બની જશે અને છતાંય કોઈ સારા કામો પણ જો કરશે તો પણ અંતિમ પડાવ (મોક્ષ) ના સ્ટેશને જવાની ચિંતા ટળી જશે અને લોકો મનફાવે તે સ્ટેશને ઉતરી પડશે, અને અંધાધુંધી છવાઈ જશે…એટલે ઈશ્વરને કદીપણ કાલ્પનિક ન માનશો અને આવી ઉત્તમ ઉત્તમ રચનાઓ લખતા રહેજો અને મને પણ વંચાવતા રહેજો. આપણે બન્ને બેન-ભાઈ મળીને ઈશ્વરને આ બ્લોગજગત પર ઉતારીશુ…ઓ. કે…..ધન્યવાદ…..

  Comment by rajeshpadaya — July 7, 2010 @ 1:08 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: