Hiral's Blog

September 1, 2011

ઈ – વિદ્યાલય: ભારતની સૌ પ્રથમ વર્ચ્યુઅલ શાળા

શું મફત શિક્ષણ અને ગુણવત્તા એક સાથે શક્ય છે?
જવાબ છે, હા અને ના.

જેમ જીવન જરૂરી હવા,પાણી કુદરતે આપણને સાવ મફતમાં આપ્યા છે તો શું જીવન જરૂરી શિક્ષણ આપણે, આવતી પેઢીને સાવ મફતમાં આપી શકીએ?
જવાબ છે, હા અને ના.

ચીલાચાલુ શિક્ષણ પદ્ધતિમાં ટેકનોલોજીની મદદથી ભણવાનું વધુ રસપ્રદ બનાવી શકાય છે?
જવાબ છે, હા.

શું બ્લોક બોર્ડ અને ચોકની જગ્યાએ પાવર-પોઈન્ટ અને એમ.એસ વિઝીઓના એજ્યુકેશન ટુલ્સની મદદથી વધુ સારી રીતે સમજાવી શકાય છે?
જવાબ છે, હા.

શું સોફટવેરની મદદથી દાખલાઓ રમતા રમતા વધુ સરળતાથી ગણી શકાય છે?
જવાબ છે, હા અને ના.

અહિં હાલ પુરતી વધુ લાંબી વાત નહિ કરતા, એટલે કે ‘ના’ માટેના ઘણા કારણોની ચર્ચા કર્યા વગર આપણે ‘હા’ માટે વિચાર કરીએ તો,
જવાબ છે વર્ચ્યુલ સ્કુલ.

જી હા, ટેકનોલોજીનો સદુપયોગ કરીને ઘણા પ્રશ્નોને સોલ્વ કરી શકાય છે તો ગુણવત્તાવાળું સસ્તું/મફત શિક્ષણ કેમ નહિ?

આમ તો આ સવાલના ‘હા’માં જવાબ મળતા સુધીના ઘણા કનેક્ટીંગ ડોટ્સ છે. આખી વાત ફરી ક્યારેક પણ જયારે આખું એક ચિત્ર ઉપસ્યું તો એનું નામ છે, ‘ઈ – વિદ્યાલય’ જેમાં ગણિત,વેદિક ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, ગુજરાતી, સંસ્કૃત, ઈ-સાયન્સ સેન્ટર, મહાનુભાવોના વક્તવ્યો, જેવા વિષયો ઉપર વિડીઓ લાઈબ્રેરી બનાવવામાં આવી છે.

હજુ આગળ જતા, શિક્ષણક્ષેત્ર વધુ પારદર્શી અને વધુ ગુણવત્તાવાળું બને તે માટે વધુ પ્રયત્નો ક્રમશ: કરવા વિચારણા છે તો, એમાં આપ સર્વે તરફથી સહકાર (Ideas, How you can contribute etc.) ની અપેક્ષા સહ.આપ મારો hiral@evidyalay.org પર સંપર્ક કરી શકો છો.

Theme: Rubric. Blog at WordPress.com.

Follow

Get every new post delivered to your Inbox.