કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે।
રીસતણો રસ જાણિએ, હલાહલ તોલે કડવાં॥૧॥
——
ક્રોધે ક્રોડ પૂરવતણું, સંયમફળ જાય
ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય ॥૨॥
—–
સાધુ ઘણો તપીઓ હતો, ધરતો મન વૈરાગ।
શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકોસિયો નાગ॥૩॥
—-
This one I like most.
આગ ઉઠે જે ઘરથકી, તે પહેલું ઘર બાળે।
જલનો જોગ જો નવિ મલે, તો પાસેનું પરજાળે॥૪॥
—-
ક્રોધતણી ગતિ એહવી, કહે કેવળજ્ઞાની।
હાણિ કરે જે હેતની, જાળવજો એમ જાણી ॥૫॥
—–
ઉદયરતન કહે ક્રોધને, કડજો ગલે સાહી।
કાયા કરજો નિર્મલી, ઉપશમ રસે નાહી ॥૬॥
Author: ઉદયરત્ન (centuries ago jain muni)
[...] “કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે। [...]
Pingback by મુનિ ઉદયરત્ન, Muni Udayratna « ગુજરાતી પ્રતિભા પરિચય — May 30, 2011 @ 3:28 am |
તમે બીજું ભજન આપી શકો ખરા? “રે જીવ માન ન કીજિયે”?
હું ઘણા સમયથી ગોતું છું!
Comment by pramath — February 6, 2012 @ 10:48 am |
I don’t have that exact stanza, but this also you may like,
માને બાહુબલી વરસ લગે કાઊસ્સગ્ગ રહ્યા,
નિર્મલ ચક્રી સેવક દોય મુનિ સમ કહ્યા,
સાવધાન ત્યજી માન જે ધ્યાન ધવલ ધરે;
પરમા-સુજસ-રમા તસ આલિંગન કરે.
—
I will try to get ‘રે જીવ માન ન કીજિયે’ and will share with you.
Comment by hirals — February 6, 2012 @ 2:09 pm |